બ્રેકિંગ ન્યુઝ
VTV / finance minister nirmala sitharaman press conference 15 may 20
1. કૃષિ માટે 1 લાખ કરોડ :
ADVERTISEMENT
સરકારે ખેડૂતો અને ખેત પેદાશો સાથે જોડાયેલાં તમામ ધંધાઓ માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી. જેમાં એગ્રિગેટર્સ, FPO, પ્રાઈમરી એગ્રીકલ્ચરલ સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આપવામાં આવશે. જેમ કે કોલ્ડ સ્ટોરેજે વગેરે માટે.
2. માઈક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસ માટે 10000 કરોડ :
ADVERTISEMENT
2 લાખ MFEને ફાયદો થશે. જે તે રાજ્યના જાણીતા અને વધુ પ્રમાણમાં બનાવવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન માટે, ગુણવત્તા માટે અને એક્સપોર્ટ માટે અને ટેક્નોલોજી સહાય આપવા માટે મદદરૂપ થશે. PM મોદીના લોકલ થી ગ્લોબલ સૂત્રને ચરિતાર્થ કરી શકાશે.
3. 20,000 કરોડની યોજના માછીમારો માટે :
ADVERTISEMENT
પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રમાણે 11000 કરોડ માછીમારીની પ્રવૃતિઓ માટે અને 9000 કરોડ માછીમારીને લગતા બજાર અને ઇન્ફ્રાસ્ટક્ચર માટે વપરાશે. આ યોજનાથી 5 વર્ષમાં 70 લાખ ટન જેટલું માછલીઓનું ઉત્પાદન વધશે. 55 લાખ લોકોને રોજગારનો અને 1 લાખ કરોડના એક્સપોર્ટનો ટાર્ગેટ. આ સાથે માછીમારોને નવી હોડી આપવામાં આવશે. 55 લાખ લકોનો રોજગાર મળશે.
4. નેશનલ એનિમલ ડિઝીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ :
ADVERTISEMENT
13343 કરોડની યોજનામાં 100% ગાય ભેંસો બકરીઓને રસીકરણ કરવામાં આવશે. 1.5 કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. હજુ 53 કરોડ પશુઓનું રસીકરણ કરવાની યોજના
5. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જાહેરાત :
ADVERTISEMENT
પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે 15000 કરોડ ખર્ચવામાં આવશે. આ ક્ષેત્રે ખાનગી રોકાણ વધે તે માટેનો લક્ષ રાખવામાં આવ્યો છે
6. ઔષધીઓના વાવતરને માટે 4 હજાર કરોડની ફાળવણી :
ADVERTISEMENT
ઔષધીઓના છોડના વાવેતર માટે 4000 કરોડ. 10 લાખ હેકટરમાં ઔષધીઓના છોડના વાવેતર કરવાનો લક્ષ. ખેડૂતો માટે 5000 કરોડની આવક થઇ શકશે. ગંગા નદીની આસપાસના કોરિડોરમાં વાવેતર કરવાની યોજના.
7. મધમાખી સંવર્ધન માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ
મધમાખી સંવર્ધન માટે 500 કરોડ રૂપિયા. 2 લાખ મધમાખી સંવર્ધકોને ફાયદો થશે. પરાગરજની હેરફેરમાં,મધ અને મીણ જેવા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થઇ શકશે. ગ્રામીણ વિસ્તારો માટે નવી તકો ઉભી થશે.
8. ટોપ ટુ ટોટલ યોજના
ટોપ ટુ ટોટલ યોજનામાં 500 કરોડ જેમાં શાકભાજીના ઉત્પાદન માટે 400 કરોડ, જ્યારે વધુ રાહત આપતા હવે શાકભાજીના સ્ટોરેજ અને વહન માટે 50 ટકા સબસિડી અપાશે.
જ્યારે નાણામંત્રી સરકારે ત્રણ મોટા બદલાવની પણ જાણકારી આપી હતી જેમાં :
1. essential commodities actમાં કર્યો ફેરફાર. તે સમયે 1955માં દુકાળને પગલે આ એક્ટ પસાર કર્યો હતો. અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ખેતી સ્પર્ધાત્મક બની રહે તે માટે સ્ટોક લિમિટ કાઢી નાખવામાં આવી. કટોકટીના સમય સિવાય કૃષિ ઉત્પાદનોને ડીરેગ્યુલેટ કરી દેવાયા.
2. એગ્રિકલચર માર્કેટિંગ રિફોર્મ: કેન્દ્રીય કાયદા વડે હવે ખેડૂતને ઉત્પાદન વેચવા માટે વધુ વિકલ્પો મળશે. તેઓ આંતરરાજ્ય વ્યાપાર કરી શકશે. કૃષિ ઉત્પાદનોનું ઈ ટ્રેડિંગ થઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.
3. ખેડૂતો ફૂડ પ્રોસેસર્સ, નિકાસકારો, વ્યાપારીઓની સાથે જે વ્યાપાર કરે છે તેને એક કાયદાકીય માળખામાં ઢાળવામાં આવશે જેથી ખેડૂતનું શોષણ ન થાય અને તેને સારા ભાવ મળી રહે. ચોક્કસ કાયદાઓનું માળખુ હોવાથી ખાનગી ક્ષેત્રને પણ રોકાણ કરવામાં પ્રોત્સાહન મળશે.
આજે ખેડૂતો પર ફોકસ: નાણામંત્રી
નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જણાવ્યું હતું કે, આજે ખેડૂતો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. 8 એલાન કૃષિ સેક્ટર સાથે જોડાયેલા ઢાંચા સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન ખેડૂતો કામ કરતા રહ્યા નાના અને મોટા ખેડૂતો પાસે 85 ટકા ખેતી છે.
રાહત પેકેજના છેલ્લા 2 દિવસના લેખા-જોખા
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાતે પોતાના સંબોધનમાં દેશ માટે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કર્યા બાદ છેલ્લા 2 દિવસથી નાણામંત્રી આ પેકેજે લઇને વિવિધ જાહેરાત કરી રહ્યા છે. જેમા ંપ્રથમ દિવસે નોકરીયાતો માટે કેટલીક જાહેરાત કરવામાં આવી હતી તો વળી આવકવેરા રિટર્નની તારીખ 30 નવેમ્બર કરવાની જાહેરાત કરી હતી આ સાથે ગઇકાલે નાણામંત્રીએ ખેડૂતો, ફેરિયાઓ અને બેઘર લોકો માટે મોટી જાહેરાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.