બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / fatty liver disease your breath smells can be a sign of a liver issue

જાણવું જરૂરી / તમારાં મોં માંથી દુર્ગંધ આવતી હોય તો આટલું વાંચી લેજો, હ્રદય સહિતની ગંભીર બીમારીઓનું લક્ષણ

Premal

Last Updated: 06:38 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેટી લિવર એક એવી સમસ્યા છે, જેમાં લિવરની કોશિકાઓમાં ફેટ જમા થયા છે. એવામાં લિવર સારી રીતે કામ કરી શકતુ નથી. ઘણા લોકોનુ માનવુ છે કે જે લોકો દારૂનું વધારે સેવન કરે છે તેમને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે, આ જરૂરી નથી.

ફેટી લિવરથી લિવરની કોશિકાઓમાં જમા થાય છે ફેટ

  • જે લોકો દારૂનું વધુ સેવન કરે છે, તેને વધુ થાય છે સમસ્યા
  • શ્વાસ લેતી વખતે આવતી દુર્ગધથી બિમારીની જાણકારી મેળવી શકશો

ફેટી લિવરની સમસ્યાનો સામનો વધારે કરવો પડે છે

આ બિમારી અલગ-અલગ લોકોને અલગ-અલગ રીતે પ્રભાવિત કરી શકે છે. જેને હેપેટિક સ્ટીટોસિસ પણ કહેવામાં આવે છે. વધારે માત્રામાં દારૂનું સેવન કરવાથી લોકોને ફેટી લિવરની સમસ્યાનો સામનો વધારે કરવો પડે છે. એવામાં જે લોકોએ ક્યારેય પણ દારૂનુ સેવન કર્યુ નથી તેમાં પણ આ સમસ્યા જોવા મળી શકે છે. જેના ઘણા કારણ હોઇ શકે છે જેમકે હાઈકોલેસ્ટ્રોલ લેવલ, ડાયાબિટીસ, સ્લીપ એપનિયા, અન્ડરએક્ટિવ થાઈરોડ વગેરે. મોટાભાગે શરૂઆતમાં આ બિમારીની જાણ થતી નથી. પરંતુ શ્વાસ લેતી વખતે તમને આવતી દુર્ગધથી આ બિમારીની જાણકારી મેળવી શકો છો. 

ફેટોર હેપેટિક્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે

ફેટી લિવરની બિમારીનું એક લક્ષણ શ્વાસમાં દુર્ગધ આવવી છે. જેને ફેટોર હેપેટિક્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ફેટી લિવરની બિમારી થવાથી શ્વાસ લેતી વખતે એવી દુર્ગધ આવે છે, જેમકે કોઈ ચીજવસ્તુ સડ્યા બાદ આવે છે. શ્વાસમાં આવતી દુર્ગધને સરળતાથી તમારા સામાન્ય શ્વાસથી અલગ કરી શકાય છે. કશુ ખાધા બાદ અથવા સવારના સમયે શ્વાસમાં દુર્ગધ આવવી સામાન્ય વાત છે. પરંતુ ફેટી લિવરની સમસ્યાથી પીડિત લોકોમાં આ આખો દિવસ બને છે.

શ્વાસમાં આવે છે દુર્ગધ

ફેટી લિવરની સમસ્યા થવાથી લિવર લોહીને ફિલ્ટર કરી શકતુ નથી અથવા રસાયણોને ડિટૉક્સીફાઈ કરી શકતુ નથી. જ્યારે લિવર સારી રીતે કામ કરી શકતુ નથી તો સામાન્ય સ્થિતિમાં ઝેરી પદાર્થ લિવરથી ફિલ્ટર કરવાનો હતો. તો શ્વસન પ્રણાલી સહિત શરીરના અન્ય ભાગોમાં પોતાનો માર્ગ બનાવી શકે છે. જેનાથી તમારા શ્વાસમાં દુર્ગધ આવે છે અને શ્વાસ છોડતી વખતે તમે સરળતાથી ઓળખી શકો છો. લિવરમાં આવતી દુર્ગધ માટે ડાઇમિથાઇલ સલ્ફાઇડ જવાબદાર હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ