બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / fashion beauty hair removal cream side effects you should know

બ્યુટી / શરીર પરના વાળ દૂર કરવા માટે હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ ટાળજો, નુકસાન સાંભળી બળી જશો

Dinesh

Last Updated: 11:18 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle news: ત્વચાનું પીએચ લેવલ થોડું એસિડિક હોય છે અને હેર રિમૂવલ ક્રીમનું પીએચ લેવલ વધારે હોય છે. જેના ઉપયોગથી ખંજવાળ, ફોલ્લીઓ, બળતરા જેવી સમસ્યાઓ થતી હોય છે.

  • વાળ દૂર કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરી દેજો બંધ !
  • કેટલીક ક્રિમો કેમિકલ બર્નની સમસ્યા તરફ દોરી શકે છે
  • આડઅસરોને ધ્યાનમાં રાખીને જ તેનો ઉપયોગ કરો


શરીરમાંથી બિન જરૂરી વાળ દૂર કરવા માટે મોટાભાગની છોકરીઓ રેઝર, વેક્સિંગ અને હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ કરતી હોય છે.  હાથ, પગ અને અંડરઆર્મ્સના વાળ દૂર કરવા માટે રેઝર અને હેર રિમૂવલ ક્રિમ સસ્તા અને સરળ વિકલ્પો છે.  વેક્સિંગ કરાવવા માટે પાર્લરમાં જવું માત્ર મોંઘું જ નથી પરંતુ તે પીડાદાયક પણ હોય છે. ઘણી સ્ત્રીઓને ફોલ્લીઓની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ એવું નથી કે ઘરે જ અનિચ્છનીય વાળ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા વિકલ્પો સલામત અને શ્રેષ્ઠ છે. જેના કારણે ત્વચા પર અનેક પ્રકારની આડઅસર જોવા મળતી હોય છે, ત્યારે જાણી તેની આડઅસરો

એલર્જી થઈ શકે છે
ત્વચાનું પીએચ લેવલ થોડું એસિડિક હોય છે અને હેર રિમૂવલ ક્રીમનું પીએચ લેવલ વધારે હોય છે. જેના ઉપયોગથી ખંજવાળ, ફોલ્લીઓ, બળતરા જેવી સમસ્યાઓ થતી હોય છે. સેંસિટિવ સ્કીન ધરાવતા લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી ઉપયોગ કરતા પહેલા પેચ પેસ્ટ જરૂર કરો કરો. 

કેમિકલ બર્ન થઈ શકે છે
ઘણી છોકરીઓ તેના ઝડપી રિઝલ્ટ માટે પેકેજ પર લખેલી સૂચનાઓ કરતાં વધુ સમય સુધી લગાવવાનું ચાલું રાખે છે. જે કેમિકલ બર્નની સમસ્યા તરફ દોરી શકે છે. જેને ટાળવા માટે સૂચનાઓને યોગ્ય રીતે વાંચો અને નિયત સમય મર્યાદાનું પાલન કરો. 

વાંચવા જેવું: શું સફેદ વાળ તોડવાથી બીજા વાળ પણ સફેદ થવા લાગે છે? જાણો શું છે સત્ય

ક્રીમમાં હાજર કેમિકલ્સ વાળને બાળી શકે છે 
વાળ દૂર કરતી ક્રીમમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા રસાયણો હોય છે. જ્યારે આ ક્રિમ હાથ, પગ, અંડરઆર્મ્સ અથવા અન્ય જગ્યાઓ પર અનિચ્છનીય વાળ દૂર કરવા માટે લાગુ કરવામાં આવે છે. ત્યારે આ કેમિકલ વાળ તો દૂર કરે છે પરંતુ આસપાસની સ્કીનને પણ કાળી કરે છે. સતત ઉપયોગથી ત્વચા કાળી થતી જાય છે. હેર રિમૂવિંગ ક્રીમ પીડારહિત છે અને તેનાથી ઘણા પૈસાની બચત પણ થાય છે. પરંતુ આ બધી આડઅસરોને ધ્યાનમાં રાખીને જ તેનો ઉપયોગ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ