બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers of Morbi forced to plow standing crop of onion

મજબૂર / એ બાપલિયા જીવ બળી ગયો.., મોરબીમાં ઉભા પાકમાં ખેડૂતે ફેરવી નાખ્યું ટ્રેક્ટર, સરકારને કર્યો તીખો કટાક્ષ

Dinesh

Last Updated: 06:02 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ સિઝનમાં ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, મોરબીમાં ખેડૂતે ડુંગળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવ્યો છે.

  • મોરબીના ખેડૂત ડુંગળીનો ઉભો પાક ખેડી નાખવા મજબૂર
  • હળવદના ભલગામડાના ખેડૂતે ઉભી ડુંગળી ખેડી નાખી
  • ડુંગળી ખેડી નાખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


રાજ્યમાં ડુંગળીની આવક સામે ભાવ ઘટી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ તળીયે બેસી જતા જગતનો તાત ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. ડૂંગળીના મણનો ભાવ માત્ર 100 રૂપિયા આજુબાજુ બોલાય છે. જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો એક મણનો ભાવ 60થી100 રૂપિયા બોલાય છે.અચાનક ડુંગળીના ભાવ ઘટી જવાના કારણે ખેડૂતોને વાવણીનો ખર્ચ પણ ન નિકળતો હોવાથી ખેડૂતો ગુસ્સોમાં ભરાયા હતા.

ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ
મોરબીના ખેડૂતે ખેતરમાં ઉભી ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધો છે. હળવદના ભલગામડાના ખેડૂતે ઉભી ડુંગળી ખેડી નાંખી છે. જે ડુંગળી ખેડી નાખતો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ડુંગળીના ઉભા પાકના વાવેતર પર ટ્રેક્ટર ફેરવી ખેડૂતે વિરોધ નોંધાવ્યો છે. ચાલુ સિઝનમાં ડુંગળીનો ભાવ તળીયે ગગડી જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં ડુંગળીના 60થી 100 રૂપિયા મણના ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ડુંગળીના બજાર ભાવ સામે ડુંગળીનો વાવેતર ખર્ચ વધુ હોવાથી ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીમાંથી કોઇ પણ જાતની આવક ન મળતા ખેડૂત ડુંગળીનો પાક ખેડી રહ્યાં છે.

ખેડૂતો શુ કહી રહ્યો છે
ખેડૂત વાયરલ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, તમામ ન્યૂઝ ચેનલો જોઈ લો, હરા ટ્રેક્ટર-ભરા ખેત. તેમણે કહ્યું કે, અમને ખેડૂતોને સરકાર કહેતી કે, અમે ખેતરે આવી હિસાબ કરીશું તો હવે આવો ખેતરે. તેમણે ઉમેર્યું કે, ડબલ ટ્રેક્ટર ચાલે છે, ખીચા ખાલી અને 2024 બે ઘણો ભાવ. તેમણે ઉમેર્યું કે, બાકી ફિલ્મ દેખવી હોય તો મહુવા માર્કટમાં જોઈ લેવી

ખેડૂત

શક્તિસિંહ ગોહિલ ખેડુતોના સમર્થનમાં આવ્યા
રાજ્યસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલ ખેડુતોના સમર્થનમાં આવ્યા છે. ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે ચોક્કસ સબ્સિડી આપવી જોઈએ તેવી માગ તેમણે કરી છે. વધુમાં તેમણે ખેડૂતોનું શોષણ ન થાય તે પ્રકારની વ્યવસ્થા સરકાર કરે તેવુ પણ જણાવ્યું છે. ડુંગળી પકવતા ખેડૂતો સ્ટોરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા નથી તો સરકાર સ્ટોરેજની વ્યવસ્થા કરે તેવો પણ તેમણે કહ્યું છે. ખેતપેદાશને એક્સ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સરકારની કસ્ટમ ડ્યૂડી ઓછી હોવાના કારણે કપાસ પકવતા ખેડૂતોને ભાવ પૂરતા મળ્યા નથી તેથી તે દિશામાં પણ સરકાર વિચારણા કરે તેવી માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ