બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / ગુજરાત / Farmers can make bumper earnings from fenugreek cultivation know the simple method of cultivation

કૃષિ / ખેડૂતો મેથીની ખેતીથી કરી શકે છે બમ્પર કમાણી, જાણો વાવેતરની સરળ રીત

Vishal Khamar

Last Updated: 09:27 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આધુનિકતા વધવાથી ખેડુતો પણ પરંપરાગત ખેતીના ઉપાયો છોડી નવી નવી રીતથી ખેતી કરી રહ્યા છે. ખેડૂતોને ઓછા સમયમાં વધારે નફો પણ થઈ રહ્યો છે. સીઝનેબલ ખેતી અને વિવિધ ખાતરથી ખેડૂતનો ફાયદો થઈ રહ્યો છે. જેમાં હવે મેથીની ખેતીમાં પણ ખેડૂતને ઓછા સમયમાં વધારે નફો મળી રહ્યો છે.

એક સમય હતો જ્યારે ભારતમાં ખેડૂતે માત્ર પરંપરાગત ખેતી જ કરતા હતા. પરંતું ધીરે ધીરે હવે માહોલ બદલાયો છે. ખેડૂત હવે બીજી તરફ બિન પરંપરાગત પાકની વાવણી તરફ વળ્યા છે. જેમાં ખેડૂત અલગ અલગ પ્રકારનાં ફળ ફળાદિ તેમજ શાકભાજીની વાવણી કરી રહ્યો છે. જેમાં એક પાક છે મેથી. જેની ખેતી કરીને ખેડૂત મબલક નફો કમાઈ રહ્યો છે. મેથીનાં પાકને ઝડપી નફો આપવા વાળો પાક છે. ચલો જાણીએ કેવી રીતે કરી શકીએ છીએ મેથીની ખેતી. 

કેવી રીતે કરશો મેથીની ખેતી?
મેથીની ખેતી કરવીએ મુશ્કેલ ભરેલું કામ નથી. સૌથી પહેલા તો મેથીનાં બીજોની વાવણી પહેલા લગભગ 7 થી 12 કલાક સુધી પાણીમાં ભીના થવા માટે મુકી દે. ત્યાર બાદ 4 ગ્રામ થીરમ અને 50 ટકા કાર્બેડાઝિમ રસાયણ તૈયાર કરી લો. ત્યાર બાદ રાસાયણિક પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 8 કલાક બાદ મેથીનાં બીજોને ખેતરમાં લગાવી દો. મેથીની ખેતી માટે માટીને 6  થી 7 ph મૂલ્ય ધરાવતી જમીન જ યોગ્ય ગણવામાં  આવે છે.  

જમીનમાં રોપણી માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનો જ યોગ્ય માનવામાં આવે છે. પહાડી વિસ્તારમાં જુલાઈ થી લઈ ઓગસ્ટ સુધી રોપણી કરી શકાય છે. મેથીનાં છોડને વધારે સિંચાઈની જરૂર હોતી નથી. બીજને ખીલવા માટે ભેજની જરૂર હોય છે. તેથી ખેતરમાં પૂરતો ભેજ સુનિશ્ચિત કરવા માટે ખેતરમાં સિંચાઈ કરતા રહેવું જરૂરી છે. 
 

4 મહિના પછી લણણી કરી શકાય છે
મેથીનો પાક તૈયાર થતાં ચારથી સાડા ચાર મહિનાનો સમય લાગે છે. જ્યારે તેના છોડના પાંદડા પીળા થઈ જાય ત્યારે તેની લણણી કરી શકાય છે. લણણી કર્યા પછી, પાકને તડકામાં યોગ્ય રીતે સૂકવવો પણ મહત્વપૂર્ણ છે. બંને સૂકા પાકને મશીન દ્વારા અલગ કરવામાં આવે છે. એક હેક્ટરમાં ઉપજ લગભગ 12 ક્વિન્ટલ છે. જો આપણે તેની કિંમત વિશે વાત કરીએ તો બજારમાં તેની કિંમત પ્રતિ ક્વિન્ટલ ₹ 5000 સુધી છે, આવી સ્થિતિમાં મેથીના પાકમાંથી સારો નફો મેળવી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ