બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Fans angry over Mohammed Shami not being included in playing eleven, former veteran player also said 'wrong decision'

ASIA CUP 2023 / મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા પર ભડક્યાં ફેન્સ, પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પણ કહ્યું 'ખોટો નિર્ણય'

Megha

Last Updated: 04:40 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શમીને પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં ન આવ્યો ત્યારથી મોહમ્મદ શમી X (ટ્વિટર) પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેનું જોરદાર સમર્થન કરી રહ્યા છે

  • મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં ન આવ્યો 
  • શમીના ફેન્સ સોશિયલ મીડિયા પર તેનું જોરદાર સમર્થન કરી રહ્યા છે 
  • ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવા પર પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પ્રતિક્રિયા આપી

ભારત અને પાકિસ્તાનના કરોડો ક્રિકેટ ચાહકો એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા હતા. કારણ હતું ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ. મેચની શરૂઆત સાથે જ ચાહકોની રાહનો અંત આવ્યો પણ મોહમ્મદ શમીની રાહનો અંત આવ્યો ન હતો. પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થતા જ મોહમ્મદ શમી નિરાશ થયો એ સાથે જ ફેન્સ પણ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આવી રહેલી તેમની પ્રતિક્રિયાઓ પરથી આ વાતનો અંદાજ લગાવી શકાય છે. 

શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં ન આવ્યો 
શમીને પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ બાદ મોહમ્મદ શમી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. વાસ્તવમાં, મોહમ્મદ શમી ભારતના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે. પોતાની સ્વિંગ બોલિંગ માટે પ્રખ્યાત શમીએ એકલા હાથે ભારતીય ટીમ માટે ઘણી મેચો જીતી છે. આ જ કારણ છે કે ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં તેમનો મોટો ચાહક વર્ગ છે. પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યા બાદ શમીના ફેન્સ ટ્વિટર પર એક્ટિવ થઈ ગયા છે અને તેના સમર્થનમાં જોરદાર પોસ્ટ કરી રહ્યા છે. 

શાર્દુલ ઠાકુર કરતાં મોહમ્મદ શમીને મોકો આપવો જોઈતો હતો 
કેપ્ટન રોહિત શર્માએ શનિવારે પાકિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે શમીની જગ્યાએ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.  મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવા પર પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પણ પ્રતિક્રિયા આપી. સંજય માંજરેકરે કહ્યું, 'શાર્દુલ ઠાકુર કરતાં મોહમ્મદ શમી પાકિસ્તાન માટે વધુ ખતરનાક હોત. તમે બેટિંગની ઊંડાઈ વિશે વાત કરો છો, પરંતુ બોલિંગની ઊંડાઈ પણ મહત્વપૂર્ણ છે.' 

આ સાથે જ અનેક લોકો આ નિર્ણયને લઈને એમની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. 

એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારત મજબૂત સ્થિતિમાં 
એશિયા કપની વાત કરીએ તો પાકિસ્તાન સામે ભારત મજબૂત સ્થિતિમાં છે. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. ભારતે કુલ સાત વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન ODI ફોર્મેટમાં અત્યાર સુધીમાં 132 વખત સામસામે આવી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 55 વખત હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાને ભારત સામે 73 મેચ જીતી છે. ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

ભારતની પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: 
બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ