ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / famous gujarati folk singer and bhajanik laxman barot died

દુઃખદ / ગુજરાતનાં જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન: એક સુરીલા યુગનો અંત, મોગલ આશ્રમમાં ગમગીન માહોલ

Published By: Malay

Last Updated: 11:18 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુઃખદ સમાચારઃ ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું આજે વહેલી સવારે જામનગર ખાતે નિધન, ધર્મ જગતમાં શોકનો માહોલ

ADVERTISEMENT

  • ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા
  • લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક 
  • વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. આજે વહેલી સવારે ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટનું 80 વર્ષની વયે અવસાન થતાં ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.  આપને જણાવી દઈએ કે, ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું.ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા. 

No description available.

કૃષ્ણપુરી ગામે આવેલો છે આશ્રમ
ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ 'મોગલધામ' શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં આશ્રમ બનાવ્યો હતો. તેઓ અવારનવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. 

સૂરીલા અવાજથી દેશભરમાં બન્યા હતા લોકપ્રિય
મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. તેઓ પોતાના સૂરીલા અવાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. ભજનીક લક્ષ્મણ બારોટ અહી આશ્રમ બનાવ્યો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

bhajanik laxman barot bhajanik laxman barot died જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટ ભજનીક લક્ષ્મણ બારોટ લક્ષ્મણ બારોટનું અવસાન લક્ષ્મણ બારોટનું નિધન Death of Laxman Barot

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ