ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સીકરમાં પરિવારનો સામુહિક આપઘાત, માતાએ ચાર બાળકો સાથે ઝેર ગટગટાવ્યું

આપઘાત / સીકરમાં પરિવારનો સામુહિક આપઘાત, માતાએ ચાર બાળકો સાથે ઝેર ગટગટાવ્યું

Published By: Mit Soni

Last Updated: 08:36 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sikar News: સીકરની અનિરુદ્ઘ રેસિડેન્સીમાં કિરણે તેના ચાર છોકરાઓ સાથે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં આર્થિક તંગી અને ઘર કંકાશની આશંકા સામે આવી છે. આ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ADVERTISEMENT

સીકર શહેરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જને આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક પરિવારના પાંચ લોકોએ ઝેરી પર્દાથ ખાઈને સામૂહિક આપઘાત કરી લીધો છે. માતાએ પોતાના ચાર બાળકો સાથે આપઘાત કરીને આ પગલુ ભર્યું છે. આ ઘટના સીકર પાસે પાલવાસ રોડ સ્થિત અનિરુદ્ધ રેસિડેન્સીની છે. જ્યાં કિરણ નામની મહિલાએ બે છોકરા અને બે છોકરી સાથે આપઘાત કરી લીધો..

જાણકારી અનુસાર આજે સવારે ઘરનો દરવાજો ન ખોલતા આસપાસ રહેનારા લોકોને શંકા ગઈ હતી, લોકોએ બુમો પાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં , જ્યારે ઘરનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને લોકોના હોંશ ઉડી ગયા. પાંચ લોકો બેહોશ પડેલા જોઈને પોલીસને બોલાવવામાં આવી હતી. અને પોલીસે તાત્કાલીક તપાસ ચાલુ કરી દીધી હતી.

ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી.

પોલીસે જણાવ્યા અનુસાર, બધા લોકોએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી. ઘટના સ્થળ પરથી ઝેરી પદાર્થની પેકેટ પણ મળી આવ્યું છે. શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આત્મહત્યાનું કારણ અત્યાર સુધી બહાર આવ્યું નથી. પરંતુ તપાસમાં આર્થિક તંગી, ઘર કંકાશની વાત સામે આવી છે.

vtv app promotion

આ વિસ્તારમાં શોકનો માહોલ છે અને પોલીસ તપાસ કરી રહી છે

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, અને કોઈને વિશ્વાસ નથી કે આટલો ખુશ દેખાતો પરિવાર આટલું કઠોર પગલું ભરી શકે છે. બાળકો નજીકની શાળામાં ભણતા હતા, અને પડોશીઓના મતે, કિરણ ખૂબ જ શાંત મહિલા હતી. આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ હાલમાં સંબંધીઓ અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારમાં શોક અને શાંતિનો માહોલ છવાઈ ગયો છે.

વધુ વાંચો: દિવાળી નજીક આવતા જ પોલીસ એક્ટિવ મોડમાં, એક્શન પ્લાન તૈયાર, જાણો શું

આ વિસ્તારમાં શોકનો માહોલ છે અને પોલીસ તપાસ કરી રહી છે

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, અને કોઈને વિશ્વાસ નથી કે આટલો ખુશ દેખાતો પરિવાર આટલું કઠોર પગલું ભરી શકે છે. બાળકો નજીકની શાળામાં ભણતા હતા, અને પડોશીઓના મતે, કિરણ ખૂબ જ શાંત મહિલા હતી. આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ હાલમાં સંબંધીઓ અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારમાં શોક અને શાંતિનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mass suicide Sikar news Family suicide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ