ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી નજીક આવતા જ પોલીસ એક્ટિવ મોડમાં, એક્શન પ્લાન તૈયાર, જાણો શું
Last Updated: 03:15 PM, 11 October 2025
ADVERTISEMENT
દિવાળીના તહેવારો ચોરી ,લૂંટ અને ચેઇન સ્નેચિંગ ધટના વધતી હોય છે અને ચોર ટોળકી તેહવારમાં સૌથી વધુ લોકોને ટાર્ગેટ કરે છે. જેથી ચોર ટોળકીથી સાવચેત રહેતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ એકશન પ્લાન બનાવ્યો છે. આ એકશન પ્લાન અંતગર્ત ગ્રામ્ય પોલીસે સોસાયટીના ચેરમેન, જવેલર્સના માલિક, આંગડિયા પેઢી અને સિક્યુરિટી એજન્સી સાથે મિટિંગ કરી. આ મિટિંગ દરમિયાન ચોર ટોળકી થી સાવચેત રહેવા પોલીસે સૂચનાઓ આપી હતી.
ADVERTISEMENT
સિક્યુરિટી ગાર્ડ રાત્રિના સમયે સતત એલર્ટ રહેવું
તહેવાર માં દર વર્ષે ચોરી,લૂંટ અને ઘરફોડ ની અનેક ધટનાઓ સામે આવે છે.જેમાં લોકોની બેદરકારી કારણે ચોર ટોળકી સફળ થતી હોવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે.જેથી ગ્રામ્ય પોલીસે સોસાયટીમાં સુરક્ષા કવચ બનાવવા સોસાયટીના સભ્યોને જવાબદારી સોંપી છે.જેથી પોલીસે વોટ્સએપ ગ્રુપ દ્વારા સોસાયટીના ચેરમેન , સેક્રેટરી અને કમિટી મેમ્બર સાથે સંકલન કર્યું છે.
ADVERTISEMENT

શંકાસ્પદ ગતિવધિને લઈ ને પોલીસને જાણ કરે
ADVERTISEMENT
જેઓ રાત્રિના સમયે પોતાની સોસાયટીનો સુરક્ષા ઉઠાવે અને શંકાસ્પદ ગતિવધિને લઈને પોલીસને જાણ કરે. એટલું જ નહી જવેલર્સ અને આંગડિયા પેઢી માલિકોને ચોરી ટોળકી થી સાવચેત રહેવા જાગૃત કર્યા છે. પોલીસે મિટિંગ કરીને તમામને સુરક્ષા માટેની જવાબદારી સૂચના આપી હતી. સાથે જ એક પેમ્પલેટમાં તમામ સૂચના સાથે બીટ ઇન્ચાર્જ , પીએસઆઇ અને પીઆઇનો કોન્ટેક નંબર દર્શાવામાં આવશે.જેથી શંકાસ્પદ વ્યક્તિ અને કોઈ પણ માહિતી સીધી પોલીસને આપી શકે છે..

ADVERTISEMENT
CCTV લગાવીને સતત મોનીટરીંગ કરશે
અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા માટે ઝુંબેશ શરૂ કર્યું છે.ગામડાઓના સરપંચને પણ ચોર ટોળકી થી એલર્ટ કર્યા છે. જેથી આ દિવાળીના તહેવારમાં સક્રિય થતી ચોર ટોળકીને પોલીસ નિષ્ફળ બનાવીને પકડી શકે. હાલમાં ગ્રામ્ય પોલીસે સિક્યુરિટી એજન્સી અને કર્મચારીઓના લોગીન મેળવીને ઓનલાઈન વેરિફિકેશન કરશે.આ સાથે સિક્યુરિટી ગાર્ડનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરીને તેમજ બલાઈન્ડ સ્પોર્ટ પર CCTV લગાવીને સતત મોનીટરીંગ કરશે. આ વર્ષે દિવાળીના તહેવારમાં પોલીસ જ નહીં નાગરિકો પણ રક્ષણ કરશે.
ADVERTISEMENT

તહેવારને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સતર્ક
ADVERTISEMENT
દિવાળીનો તહેવારને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સતર્ક થઈ ગઈ છે. બોપલ પોલીસ સ્ટેશનમાં લોકો સાથે મિટિંગ રાખવામાં આવી હતી. આ બેઠકમાં સોસાયટી ચેરમેન, આંગણિયા પેઢી માલિકો, જ્વેલર્સ અને સિક્યુરિટી એજન્સી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. દિવાળી દરમિયાન સાવચેતી રાખવા બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મામો જ નીકળ્યો ભાણેજનો હત્યારો! હત્યા બાદ કરી નાખ્યા 7 ટુકડા, અને પછી કર્યો ખૌફનાક કાંડ
સિક્યુરિટી ગાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે
સોસાયટીના મેમ્બરો દિવાળીમાં ઘરની બહાર જાય તો પોલીસને જાણ કરે. તેમજ જો કોઈ બ્લાઇન્ડ સ્પોટ હોય તો ત્યાં CCTV ખાસ લગાવવામાં આવે. સીસીટીવી ફૂટેજના સ્ટોરેજ અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા. દરેક સિક્યુરિટી ગાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ઓનલાઇન રજીસ્ટ્રેશનથી સિક્યુરિટી ગાર્ડનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ જાણી શકશે. સિક્યુરિટી એજન્સીઓના કર્મચારીઓના લોગીન પોલીસ મેળવી ઓનલાઈન વેરીફિકેશન કરશે. આ બેઠકમાં ગ્રામ્ય એસપી, ડીવાયએસપી ,પીઆઈ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.