ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મામો જ નીકળ્યો ભાણેજનો હત્યારો! હત્યા બાદ કરી નાખ્યા 7 ટુકડા, અને પછી કર્યો ખૌફનાક કાંડ

સુરત / મામો જ નીકળ્યો ભાણેજનો હત્યારો! હત્યા બાદ કરી નાખ્યા 7 ટુકડા, અને પછી કર્યો ખૌફનાક કાંડ

Published By: Vishal Khamar

Last Updated: 02:47 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉધનામાં મામા-ભાણેજ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા મામાએ ભાણેજનું ઢીમ ઢાળી ભાણેજના ટુકડા કરી નાંખી દીધા હતા. ઉધના પોલીસે મામાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

સુરતના ઉધના વિસ્તારમાંથી એક હ્રદયવિદારી ઘટના સામે આવી છે જ્યાં એક મામાએ પોતાના ભાણેજની હત્યા કરીને તેનું શવ અનેક ટુકડાઓમાં વિભાજિત કરી ખાડીમાં ફેંકી દીધું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

અધિકારીઓ પાસેથી મળેલી વિગતો મુજબ ઉધનાના ભાઠે વિસ્તારના અમરનગરમાં રહેતા 25 વર્ષીય અમીર આલમ પોતાના મામા મોહમ્મદ ઈતેકાર સાથે રહેતા હતા. ક્યાંકકઈ વ્યક્તિગત બાબતને લઈને બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામાએ તીક્ષ્ણ હથિયારથી ભાણેજ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

પરિવારજનો દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

અમીર આલમ ત્રણ દિવસથી ગુમ હોવાથી પરિવારજનો દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં શંકાની સૂઈ મામા ઈતેકાર તરફ વળી હતી. કડક પુછપરછ બાદ ઈતેકારે ભાણેજની હત્યાની કબુલાત કરી.

લાશના ટુકડા કર્યા અને તેને ખાડીમાં ફેંકી દીધા

તપાસમાં ખુલ્યું છે કે હત્યા કર્યા બાદ ઈતેકારે અમીરની લાશના ટુકડા કર્યા અને તેને ખાડીમાં ફેંકી દીધા હતા. હાલમાં પોલીસ દ્વારા ઈતેકારની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ! શહેરીજનો એલર્ટ

પોલીસ દ્વારા તપાસ ચાલુ

પોલીસ હાલ ઘટના સ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી નરાધમ હરકતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat News Udhna Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ