ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતમાં ફરી રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ! શહેરીજનો એલર્ટ

વકર્યો રોગચાળો / ગુજરાતમાં ફરી રોગચાળાએ માથું ઉચક્યું, હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ! શહેરીજનો એલર્ટ

Published By: Vishal Khamar

Last Updated: 02:12 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં રોગચાળો વકર્યો છે. તાવ અને ડેન્ગ્યુના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે.

ADVERTISEMENT

વડોદરા: દિવાળીની ઉજવણી પૂર્વે વડોદરા શહેર આરોગ્યની દ્રષ્ટિએ ચિંતાજનક બન્યું છે. કારણ કે તાવના 877 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે, જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને ટાઈફોઈડના શંકાસ્પદ તેમજ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ડેન્ગ્યુના 61 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા

અહેવાલ મુજબ, ડેન્ગ્યુના 61 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી નવાયાર્ડ વિસ્તારમાંથી 1 પોઝિટિવ કેસ મળી આવ્યો છે. ટાઈફોઈડના પણ 44 શંકાસ્પદ દર્દીઓ જોવા મળ્યા છે અને મુંજમહુડા વિસ્તારમાંથી 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

38 કન્સ્ટ્રક્શન સાઇટ અને 3 શાળા-કોલેજની તપાસ

શહેરના આરોગ્ય વિભાગે દર્દીઓના વધતા આંકડા વચ્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ઘરોનું સર્વે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, આરોગ્ય વિભાગે 38 કન્સ્ટ્રક્શન સાઇટ અને 3 શાળા-કોલેજની તપાસ પણ કરી છે, જ્યાં પાણી, અણઘડ સફાઈ અને મચ્છર ઉભા થવાના સંભવિત સ્ત્રોતોની ચકાસણી કરવામાં આવી હતી.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક પગલાંઓ તાત્કાલિક અસરથી તેજ કરવામાં આવ્યા છે. જેમાં ઘરોમાં દવાઓના છંટકાવ, જનજાગૃતિ અભિયાન અને મચ્છર નાશક દવાઓના છંટકાવનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 'તંત્ર ન પહોંચી શકે તો કોન્ટ્રાક્ટરોને...', મ્યુનિ. કમિશનરની અધિકારીઓને વૉર્નિંગ

શહેરવાસીઓને સાવચેત રહેવા અપીલ

  • આરોગ્ય વિભાગે નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે નીચેના પગલાં લેવા સૂચવ્યા છે:
  • ઘરના આસપાસ પાણી ન જમવા દેવું
  • રેગ્યુલર સફાઈ રાખવી
  • તાવ, પેટમાં દુખાવો કે ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ચિકિત્સક સંપર્ક કરવો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

epidemic worsens Vadodara news increase in dengue cases

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ