બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'તંત્ર ન પહોંચી શકે તો કોન્ટ્રાક્ટરોને...', મ્યુનિ. કમિશનરની અધિકારીઓને વૉર્નિંગ

વડોદરા / 'તંત્ર ન પહોંચી શકે તો કોન્ટ્રાક્ટરોને...', મ્યુનિ. કમિશનરની અધિકારીઓને વૉર્નિંગ

Last Updated: 01:11 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ શહેરમાંથી તમામ ખાડાઓ દૂર કરવા આદેશ કર્યો છે.

વડોદરા શહેરના સતત ખરાબ બનેલા રસ્તાઓ અંગે ઊઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને ચોમાસા બાદ ઉભી થયેલી દયનીય પરિસ્થિતિને લઈ કડક સૂચનાઓ આપી છે.

મ્યુ. કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દિવાળી પહેલાં શહેરના તમામ રોડ ખાડામુક્ત હોવા જોઈએ. જો તંત્ર પોતે કામ નથી કરી શકતું તો કોન્ટ્રાક્ટરોને કામ સોંપી તરત કાર્યવાહી કરો.

અનેક વિસ્તારોમાં યથાવત છે ખાડાઓ

છેલ્લા કેટલાક મહિનાઓમાં શહેરભરમાં ખાસ કરીને અકોટા, ગોરવા, ન્યુઆઈપીઅી રોડ, મકરપુરા જેવા વિસ્તારોમાં રસ્તાઓની હાલત નિમ્ન સ્તરના બની ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન અંદાજિત ₹5 કરોડના ખર્ચે 6,000 જેટલા ખાડા પુરવામાં આવ્યા હોવા છતાં ઘણા વિસ્તારોમાં હાલત યથાવત છે.

પેચવર્ક બાદ પણ રસ્તાઓની હાલત સુધરી નહીં

એક જ રોડ પર વારંવાર પેચવર્ક કરવામાં આવી રહ્યા છે છતાં તે રસ્તાઓ ચાલવા લાયક નથી રહ્યા. આથી કમિશનરે તાત્કાલિક સમારકામ શરૂ કરવા તથા ટકાઉ કામ કરવાની સૂચના આપી છે.

ચેતવણી: સમયસર કામ નહીં થાય તો જવાબદારો સામે કાર્યવાહી

મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી છે કે જો આવનાર દિવસોમાં રસ્તાઓની ગુણવત્તા અને ખાડા ભરવાનું કામ સમયસર પૂર્ણ ન થાય તો તેની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે અને શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ સુરતમાં ભાજપ નેતાએ ઉડાવી દીધાં કાયદાના લીરેલીરા, સરાજાહેર આવું કામ કરતાં મચ્યો ખળભળાટ

નાગરિકોની અપેક્ષા: સ્થાયી અને ગુણવત્તાવાળું કામ

વડોદરાના નાગરિકોએ તંત્ર પાસે માત્ર પેચવર્ક નહીં પરંતુ લોગ ટર્મ અને સ્થાયી રસ્તાની માગણી કરી છે જેથી વારંવાર ઊભા થતા મુશ્કેલીઓથી રાહત મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Municipal Corporation Vadodara Municipal Commissioner Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ