બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ભાજપ નેતાએ ઉડાવી દીધાં કાયદાના લીરેલીરા, સરાજાહેર આવું કામ કરતાં મચ્યો ખળભળાટ

કારસ્તાન / સુરતમાં ભાજપ નેતાએ ઉડાવી દીધાં કાયદાના લીરેલીરા, સરાજાહેર આવું કામ કરતાં મચ્યો ખળભળાટ

Vishal Khamar

Last Updated: 12:01 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વધુ એક ભાજપ નેતાનું કારસ્તાન સામે આવ્યું છે. વોર્ડ નં. 24 ના ભાજપ પ્રમુખે કાયદાનો ઉલાળિયો કર્યો હતો. પોલીસ કામગીરી કરશે કે લીપાપોતી?

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં વોર્ડ નં. 24ના ભાજપ નેતા પ્રકાશ ખેરનારે પોતાના જન્મદિવસની ઉજવણી ભારે ધૂમધામથી કરી, પરંતુ આ ઉજવણી કાયદાકીય મામલામાં ફસાઈ ગઈ છે. જાહેર માર્ગ પર કેક કાપવો અને ફટાકડા ફોડવાથી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પહોંચાડ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભાજપના કાર્યકર્તાએ જાહેર માર્ગ પર કેક કાપી

પ્રકાશ ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર જ કેક કાપી અને ફટાકડા ફોડ્યા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ લોકોમાં ગુસ્સો અને આશ્ચર્ય વ્યાપી ગયેલું છે. કારણ કે આવા કાર્યક્રમો માટે પોલીસ દ્વારા જાહેર માર્ગ પર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.

રાજકીય આગેવાનોને નિયમો લાગુ પડે છે કે નહી?

પ્રશ્ન એ છે કે જ્યારે સામાન્ય નાગરિકો પર આવા કાયદાઓ કડકાઈથી લાગુ પડે છે. ત્યારે રાજકીય આગેવાનોને નિયમો લાગુ પડે છે કે કેમ તે લોકોમાં ચર્ચાતો પ્રશ્ન?

પોલીસ હવે શું પગલા લેશે.

હવે આખી નજર ઉધના પોલીસ પર છે. કાયદો તમામ માટે સમાન હોવાનું સાબિત કરવા માટે પોલીસે પ્રકાશ ખેરનાર વિરુદ્ધ શું પગલા લે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ વલસાડમાં હવસ ઉપડતાં ભારાડી બન્યો ભૂવો, દેવળમાં ગોંધી રાખીને સગીરાને પીંખી નાખી, મચી ચકચાર

સુરક્ષા, કાયદો અને શિસ્તના મુદ્દે આવા કિસ્સાઓમાં પોલીસે તાત્કાલિક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે જેથી સંદેશો સ્પષ્ટ રીતે જાય કે જાહેર માર્ગ કોઈ એક વ્યક્તિ કે જૂથની મરજી પ્રમાણે ઉપયોગ માટે નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP President BJP leader's activities Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ