બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / falguni nayar nykaa india richest woman wealth surges 963 percent know mor

બિઝનેસ / સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ બાદ 963 % વધી Nykaa ફાઉન્ડર ફાલ્ગુની નાયરની સંપતિ, બની દેશની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા

Arohi

Last Updated: 04:28 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાલ્ગુની નાયર વિશ્વમાં પોતાના દમ પર અમીર બનેલી મહિલાઓની યાદીમાં 10મા ક્રમે છે અને તેની કંપનીએ ભારતમાં એક મહાન સ્થાન હાંસલ કર્યું છે.

  • વિશ્વમાં અમીર મહિલાઓમાં 10માં ક્રમે ફાલ્ગુની નાયર 
  • સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ બાદ 963 % વધી ફાલ્ગુની નાયરની સંપતિ
  • બની દેશની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા

Naykaaની ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરે (Falguni Nayar) ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ આજે એક એવું પદ હાંસલ કર્યું છે જે તેમના માટે ખૂબ જ ખુશીની વાત સાબિત થઈ શકે છે. ફાલ્ગુની નાયર પોતાના દમ પર ભારતની સૌથી અમીર મહિલા બની ગઈ છે. કોટક પ્રાઈવેટ બેંકિંગ હુરુન લીડિંગ વેલ્ધી વુમન લિસ્ટ 2021માં, તેણીને સેલ્ફ મેડ વુમન તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને ભારતની કુલ ધનિક મહિલાઓમાં બીજા સ્થાને છે.

કિરણ મઝુમદારે શૉને છેડ્યા પાછળ 
નાયકાની ફાલ્ગુની નાયરે 57,520 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે બાયોકોનના કિરણ મઝુમદાર શૉને પાછળ છોડી દીધા છે અને ભારતની બીજી સૌથી ધનિક સેલ્ફ મેડ વુમન તરીકેની યાદીમાં સ્થાન મેળવ્યું છે. HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાડર મલ્હોત્રા 84,330 કરોડની નેટવર્થ સાથે કોટક પ્રાઈવેટ બેંકિંગ હુરુન લીડિંગ વેલ્ધી વુમન લિસ્ટ 2021માં ટોચ પર છે. બીજી તરફ, ફાલ્ગુની નાયરને બીજું સ્થાન મળ્યું છે. પરંતુ સેલ્ફ મેડ મહિલાઓમાં તે પ્રથમ સ્થાને હોવાનું કહેવાય છે કારણ કે તેમને નાયકાનો વ્યવસાય કોઈ વારસામાં મળ્યો નથી.

સંપત્તિમાં 963 ટકાનો ઉછાળો કેવી રીતે આવ્યો?
વર્ષ 2021માં સ્ટોક એક્સચેન્જમાં નાયકાનું મજબૂત લિસ્ટિંગ થયું, ત્યારબાદ કંપનીના સ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયરની કોર્પોરેટ જગતથી દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી. શેરબજારમાં નાયકાના મજબૂત લિસ્ટિંગ બાદ ફાલ્ગુની નાયરની પ્રોપર્ટીમાં 963 ટકાનો શાનદાર ઉછાળો નોંધાયો છે. Nykaaના સ્થાપક ફાલ્ગુની નાયર  પોતાના દમ પર દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા અબજપતિ છે.

આખી દુનિયામાં સેલ્ફ મેડ મહિલાઓમાં 10મું સ્થાન 
ફાલ્ગુની નાયર દુનિયામાં પોતાના દમ પર અમીર બનેલી મહિલાઓની યાદીમાં 10મા ક્રમે છે. વર્ષ 2021માં તેમની કંપની નાયકાનો આઈપીઓ આવ્યા બાદ નાયકાએ શેરબજારમાં મજબૂત હાજરી નોંધાવી હતી. 

ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પણ રહી ચૂક્યા છે ફાલ્ગુની નાયર 
ફાલ્ગુની નાયર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચૂક્યા છે. ફાલ્ગુનીએ આઈઆઈએમ અમદાવાદમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી લીધા બાદ એએફ ફર્ગ્યુસન એન્ડ કંપની સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કોટક મહિન્દ્રા બેંકમાં પણ લગભગ 18 વર્ષ કામ કર્યું.

તે કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર હતા. આ સિવાય તે કોટક સિક્યોરિટીઝમાં ડાયરેક્ટરનું પદ પણ સંભાળી ચૂકી છે. 2012 માં તેણે પોતાનો વ્યવસાય સ્થાપવાનું નક્કી કર્યું અને આ કડીમાં તેણે નાયકા કંપનીને શરૂ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ