બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / fake desi ghee can cause cancer and other deadly diseases

ચેતી જજો / જોજો, તમે તો નકલી ઘી નથી ખાઈ રહ્યાં ને? નહીંતર કેન્સર સહિત આવી ખતરનાક બીમારીઓ થશે

Noor

Last Updated: 04:34 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશી ઘી ખાવાથી હેલ્ધને અઢળક ફાયદા મળે છે. આ જ કારણથી આપણાં દેશના દરેક ઘરમાં દેશી ઘીનું સેવન કરવામાં આવે છે. પણ જરા વિચારો જે દેશમાં આટલા મોટા પ્રમાણમાં ઘીનું સેવન કરવામાં આવે છે અને જો આવામાં નકલી ઘીનો પ્રયોગ કરવામાં આવતો હોય તો કેટલી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થઈ શકે છે અને નુકસાન થઈ શકે છે.

  • રોજ ઘી ખાતા લોકો માટે કામના સમાચાર
  • જો તમે નકલી ઘી ખાઓ છો તો ચેતી જજો
  • નકલી ઘીને કારણે થઈ શકે છે આવા ગંભીર રોગ

આમ તો બજારમાં આજકાલ દરેક વસ્તુઓમાં મિલાવટ અને બનાવટી જોવા મળે છે અને આ જ કારણથી ભલે પૈસા વધુ આપવા પડે પરંતુ લોકો સારી બ્રાન્ડ્સ પર જ વિશ્વાસ કરે છે. ખાવાપીવાની વસ્તુઓમાં સૌથી વધુ મિલાવટ થાય છે અને આવી વસ્તુઓ શુદ્ધ નથી હોતી અને તેને બનાવવામાં કેમિકલ અને અન્ય વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાંથી એક છે દેશી ઘી. જી હાં, દેશી ઘીમાં પણ ખૂબ જ મિલાવટ થાય છે. તેને અસલી દેશી ઘી લાગે તે માટે નકલી ઘીમાં થોડું અસલી મિક્સ કરીને વહેંચવામાં આવે છે જેથી તેને સુગંધથી ઓળખી ન શકાય. જોકે, આવા ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ચાલો જાણીએ. 

નકલી ઘીના નુકસાન

  • નકલી દેશી ઘીને તૈયાર કરવા માટે કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે. જેના કારણે જો ગર્ભસ્થ સ્ત્રીઓનું સેવન કરે તો તેમને ગર્ભપાત પણ થઈ શકે છે. આ જ કારણ છે કે, ગર્ભવતી મહિલાઓએ ઘરમાં જ તૈયાર કરેલું શુદ્ધ ઘી ખાવું જોઈએ. 
  • એવું કહેવાય છે કે, નિયમિત રીતે માપસર દેશી ઘીનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે. પરંતુ જો તમે ભૂલથી મિલાવટવાળા દેશી ઘીનું સેવન કરી રહ્યાં છો તો તેમાં રહેલાં કેમિકલ્સને કારણે તમને હાર્ટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને એટેક પણ આવી શકે છે. બ્લડ સર્ક્યુલેશન ગંભીર રીતે ખરાબ થઈ શકે છે. જેના કારણે જીવલેણ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. 
  • જે લોકો સતત નકલી ઘીનું સેવન કરે છે તેમને પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે. જેમાં અપચો અને દસ્ત પણ થઈ શકે છે. એવામાં શરીરમાં તકલીફો વધવા લાગે છે. 
  • નકલી દેશી ઘીમાં વેપારી પોતાાના હિસાબથી ગમે તે મિક્સ કરી શકે છે. જો તેમાં કેડમિયમ મિક્સ કરવામાં આવ્યું હોયય અને તમે આવા ઘીનું સેવન કરી રહ્યાં છો તો તમને કેન્સર થવાનું જોખમ પણ વધી શકે છે. કેડમિયમ એક કેમિકલ છે. જે ઝેરી હોય છે. તેના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. આ સાથે હાર્ટ, કિડની, શ્વસનતંત્ર અને સેક્સુઅલ સમસ્યાઓ ઊભી થાય છે. 
  • આ સિવાય નકલી દેશી ઘીમાં ઝિંક મિક્સ કરવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે, વધુ પ્રમાણમાં ઝિંકનું સેવન કરવાથી ગભરામણ, મોઢામાં બળતરા, પેટ દર્દ જેવી સમસ્યાઓ થઈ શકે છએ. 
  • જ્યારે તમને એવું લાગે કે તમે ઘીનું વધુ પ્રમાણમાં સેવન કરી લીધું છે તો એ દિવસે કંઈ જ ન ખાઓ અને ઘીને પચવાનો સમય આપો. જેથી તમારા પેટ પર પણ ભાર ન વધે. સંભવ હોય તો દર અડધા કલાકમાં ગરમ અથવા નવશેકું પાણી પીવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Health fake desi ghee Beware
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ