ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Fact check of Rs. 1 thousand will be given to the vaccinator in Gujarat

ફૅક ન્યૂઝ / FACT CHECK : ગુજરાતમાં વૅક્સિન લેનારને 1000 રૂપિયા મળશે, તેવા મેસેજ Whatsapp પર આવ્યા છે તો હકીકત જાણી લેજો

Published By: Shyam

Last Updated: 07:47 PM, 3 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વેક્સિન લેનારાઓને 1 હજાર રૂપિયા મળશે તેવી અફવાથી દૂર રહેવું. VTV ન્યુઝની અપીલ છે કે, આ પ્રકારના ખોટા ન્યુઝને ફેલાવતા અટકાવો

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયામાં ફરતા મેસેજની VTVGujarati.comએ સત્યતા તપાસી
  • ગુજરાતમાં વેક્સિન લેનારાને મળશે 1 હજાર રૂપિયા
  • 1 હજાર રૂપિયા મળવાની વાત માત્ર અફવા 

ગુજરાતમાં વેક્સિન લેશે તો, 1 હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થશે. ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા મોડી રાત્રે આ પ્રકારનો નિર્ણય કરાયો છે. આ પ્રકારના સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. પરંતુ આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ માત્ર સોશિયલ મીડિયામાં ફરતા ખોટા સમાચાર છે. VTVGujarati.com દ્વારા સત્યતાની તપાસ કરવામાં આવતા સમગ્ર ખુલાસો થયો છે.

સોશિયલ મીડિયામાં ન્યૂઝ પેપરનો એક ફોટો વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સિનની કામગીરીને પૂરજોશમાં લાવવા માટે તમામના ખાતામાં રકમ જમા થશે. અને અગાઉ પણ જેમણે વેક્સિન લીધી હશે. તેમના ખાતામાં પણ રકમ જમા થશે. જે લોકો રસીકરણ કરાશે. તેમને 1 હજાર રૂપિયા આપવામાં આવશે. જે પ્રકારની કોઈ માહિતી સાચી નથી.

VTVGujarati.com દ્વારા કરાયું ફેક્ટ ચેકિંગ

સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રીના નામ સાથે એક ખોટા ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. જેમાં કહ્યું કે, રાજ્યમાં વેક્સિનેશનની કામગીરીને પૂરજોશમાં લાવવા માટે વેક્સિન લેનારા વ્યક્તિને 1 હજાર રૂપિયાનું વળતર અપાશે. જો કે, આ પ્રકારની તમામ માહિતી અંગે ફેક્ટ ચેક કરવા અમારી ટીમ દ્વારા આરોગ્ય વિભાગ સાથે વાત કરવામાં આવી હતી. જે બાદ સત્યતા બહાર આવી કે, આ પ્રકારની કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. લોકોએ ખોટી માહિતી ફેલાવવી નહીં. અને જો તમારા સુધી પણ આવી પોસ્ટ આવે છે. તો તમે પણ તેને રોકી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

CM Vijay Rupani Fact Check VTV News corona vaccine મુખ્યમંત્રી વિજય રૂપાણી રસીકરણ Fake News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ