બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / facebook parent company meta implements last wave of lay off slashing 10000 jobs overall

Lay Off / ફેસબુક વાળી કંપનીમાં છેલ્લી છટણી,10 હજાર લોકોને કાઢી મુકવામાં આવશે આવું છે કારણ

Bijal Vyas

Last Updated: 04:45 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ક ઝુકરબર્ગની નેતૃત્વ હેઠળની કંપની મેટામાં છટણીનો તબક્કો ફરી શરૂ થયો, કંપની દ્વારા બીજા રાઉન્ડમાં લગભગ 10,000 નોકરીઓની કપાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી

  • છટણીની આ છેલ્લી લહેર છે અને તેને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવી રહી છે
  • 11000 કર્મચારીઓને કાઢી મૂક્યા
  • મોટી મોટી કંપનીઓમાં છટણી(Layoff)નો તબક્કો જે 2022 માં શરૂ થયો

Facebook(Meta) lay Off: અબજોપતિ માર્ક ઝુકરબર્ગની નેતૃત્વ હેઠળની કંપની મેટામાં છટણીનો તબક્કો ફરી શરૂ થયો છે. કંપની દ્વારા બીજા રાઉન્ડમાં લગભગ 10,000 નોકરીઓની કપાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ આપતી કરતી કંપનીમાં છટણીની આ છેલ્લી લહેર છે અને તેને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલા રાઉન્ડમાં જ તેના કર્મચારીઓમાંથી 11000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.

ઝુકરબર્ગે માર્ચ મહિનામાં આપ્યા હતા સંકેત 
મીડિયા રિપોર્ટ અનુસાર, Metaના CEO માર્ક ઝુકરબર્ગે માર્ચ 2023માં છટણી અંગે કહ્યું હતું કે, કંપનીની છટણીના બીજા રાઉન્ડનો મોટો ભાગ કેટલાક મહિનામાં પૂર્ણ થશે. આ સાથે, તેમણે સંકેત આપ્યો હતો. છટણીના કેટલાક નાના રાઉન્ડ પછીથી પણ ચાલુ રહી શકે છે. પ્રથમ રાઉન્ડમાં 11000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યા પછી, તે ફરી એકવાર 10000 લોકોની છટણી શરૂ કરનાર પ્રથમ મોટી ટેક કંપની બની છે.

ફેસબુકમાં નોકરીનું મોટું જોખમ, વધુ 10,000 કર્મચારીઓની જશે નોકરી, ઝુકરબર્ગે  કર્યું છટણીનું એલાન I Facebook parent Meta to lay off 10,000 workers

આ સેક્શનને થશે અસર 
Facebook (Meta)માં શરૂ થયેલ Lay Offનો બીજો તબક્કો કંપનીના ઘણા વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને અસર કરશે તેવી આશા છે. કેટલાક કર્મચારીઓએ LinkedIn પર અહેવાલ આપ્યો છે કે આ છટણી માર્કેટિંગ, વેચાણ, સાઇટ સુરક્ષા, પ્રોગ્રામ મેનેજમેન્ટ, કંટેન્ટ કેટેગરી અને કોર્પોરેટ કમ્યુનિકેશન ટીમોને અસર કરી રહી છે અને ઘણા લોકોની નોકરી ગુમાવી છે. ફેસબુક ઈન્ડિયાને પણ આ નવા રાઉન્ડની છટણીની અસર થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવી છટણી પહેલા કરવામાં આવેલી જાહેરાતનો એક ભાગ છે. આ વખતે ભારતમાં એડમિનિસ્ટ્રેશન, એચઆર, માર્કેટિંગ અને અન્ય કર્મચારીઓને આની અસર થઈ રહી છે.

શું કહ્યુ હતુ કંપનીના મેનેજમેન્ટે? 
ગયા એપ્રિલમાં ધ વોક્સના રિપોર્ટમાં Metaના હેડ ઓફ પીપુર લોરી ગોલર (Lori Goler)કહ્યું હતું કે, આ મુશ્કેલ સમય હશે કારણ કે અમે એવા મિત્રો અને સહકાર્યકરોને વિદાય આપીએ છીએ, જેમણે મેટામાં ઘણું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ પહેલી ત્રિમાસિક દરમિયાન કંપનીમાં હાયરિંગ ફ્રીઝ રાખ્યું છે.

Tag | VTV Gujarati

નોંધનીય છે કે, આ મોટી છટણીનો સંકેત મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગની 'Year of Efficiency' પોસ્ટમાં પહેલેથી જ જોવા મળ્યો હતો. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, અમે એપ્રિલના અંતમાં અમારા ટેકનિકલ જૂથોમાં અને મેના અંતમાં અમારા બિઝનેસ ગ્રુપમાં પુનઃરચના અને છટણીની જાહેરાત કરવાની આશા રાખીએ છીએ.

દુનિયાની બીજી મોટી કંપનીઓએ કરી કપાત  
દુનિયા પર વધતી મંદી(Recession)ના સાયાની વચ્ચે ખર્ચમાં ઘટાડો કરતા, મોટી મોટી કંપનીઓમાં છટણી(Layoff)નો તબક્કો જે 2022 માં શરૂ થયો હતો. ટ્વિટર, ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોનથી લઈને મેટા સુધી, દુનિયાએ ભૂતકાળમાં મોટી છટણીઓ જોઈ અને આ મોટી કંપનીઓમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓની પીડા સોશિયલ મીડિયા પર જાહેર થઇ હતી. ફેસબુકે નવેમ્બર 2022 માં કંપનીમાં કામ કરતા 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો, કંપની તેની સ્થાપના પછી પહેલી મોટી છટણી કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Facebook(Meta) lay Off lay off meta છટણી ફેસબુક માર્ક ઝુકરબર્ગ વોટ્સએપ Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ