બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Extremely Talented! 4-year-old 'doll' sets world record, does what Bhalbhala can't do

મોટી સિદ્ધિ / ભારે ટેલેન્ટેડ ! 4 વર્ષની 'ઢીંગલી'એ બનાવો વર્લ્ડ રેકોર્ડ, ભલભલાને ન કરી શકે એવું કામ કરી દેખાડ્યું

Hiralal

Last Updated: 10:15 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઇન્દોરની 4 વર્ષની આદિરા સમજવા શીખે તે પહેલા તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી છે અને મોટા મોટા પણ ન કરી શકે તે કામ કરી દેખાડ્યું છે.

  • મધ્યપ્રદેશના ઇન્દોરની 4 વર્ષની આદિરા ઈન્ટરનેશનલ સ્તરે ચમકી
  • 15 આંકડાની 5 સંખ્યાને ભારત અને વર્લ્ડ ડિજિટ સિસ્ટમથી કહી સંભળાવ્યાં 
  • ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું 
  • અબજો ટ્રિલિયનનની ઉપરાંત શંખ અને પદમ જેવી સંખ્યા પણ જાણે છે

મધ્યપ્રદેશના ઇન્દોરની આદિરાની ઉંમર માત્ર 4 વર્ષ અને 15 દિવસની છે. રમકડાં રમવાના જમાનામાં આદિરાએ આવો રેકોર્ડ બનાવ્યો છે, જેને સાંભળીને તમે પણ આ નાનકડી ટેલેન્ટેડ છોકરીની પ્રશંસા કરવા લાગશો. 4 વર્ષની બાળકીએ ભારતીય અને આંતરરાષ્ટ્રીય અંકોના 5 15 અંકના આંકડા વાંચ્યા છે. આદિરા પોરવાલે આ સાથે એક નવો અને અનોખો રેકોર્ડ બનાવ્યો અને પોતાનું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું.

શંખ અને પદમ જેવી સંખ્યા પણ જાણે છે 

આદિરા હાલમાં કેજી 1માં અભ્યાસ કરે છે. આદિરાની ખાસિયત એ પણ છે કે તે અબજો ટ્રિલિયનને સમજે છે, પરંતુ તે શંખ અને પદમ જેવી સંખ્યા પણ જાણે છે. આદિરાએ રેકોર્ડ બનાવવા માટે સરળતાથી 15 અંકોના 5 નંબર વાંચ્યા. રેકોર્ડ બન્યા બાદ આદિરા હવે 15ના બદલે 19 આંકડા સુધીના આંકડા સરળતાથી વાંચી લે છે.

અંગ્રેજી આંકડાની સાથે સાથે ભારતીય પ્રણાલી શંખ અને પદમ પણ વાંચી શકે છે

આદિરાની માતા પાયલ પોરવાલે જણાવ્યું કે શરુઆતમાં તો આદિરા કરોડ સુધીની સંખ્યા વાંચી લેતી હતી પછી ધીરે ધીરે આગળ વધતી ગઈ. ભારતીય અને આંતરરાષ્ટ્રીય ડિજિટ રીડિંગની સાથે તે પ્લેસ વેલ્યુ પણ કહી દે છે. અંગ્રેજી આંકડાની સાથે સાથે ભારતીય પ્રણાલી શંખ અને પદમ પણ વાંચી શકે છે. 

મોટી થઈને ડોક્ટર બનવા માગે છે આદિરા
4 વર્ષની આદિરા મોટી થઈને ડોક્ટર બનવા માગે છે. તેનું આ સપનું જરુરથી પાર પડશે તેવી માતા પાયલને ભારોભાર આશા છે. પાયલે કહ્યું કે મેં જ્યારે આદિરાને કહ્યું કે તે સારુ ભણશે તો મોદી આવીને મેડલ આપાશે ત્યાર બાદ તે દિલ દઈને ભણે છે અને વીડિયો પણ બનાવે છે. તેનું દિમાગ ગણિતમાં જબરુ ચાલે છે. આદિરાની આંખો નંબર અને સંખ્યાઓની ઝડપથી પકડી શકે છે અને એકદમ સ્ફૂર્તિથી તે કહી શકે છે કઈ સંખ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ