બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Extreme threat of anti-social elements on Relief Road, mobile traders in Murthymal market, report to Ahmedabad CP

દાદાગીરી / રિલીફ રોડ પર અસામાજિક તત્વોનો ભારે આતંક, મૂર્તિમલ માર્કેટમાં મોબાઈલ વેપારીઓ કંટાળ્યા, અમદાવાદ CPને રજૂઆત

Vishal Khamar

Last Updated: 09:31 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં રિલીફ રોડ પર ફરી અસામાજિક તત્વોનો આતંકથી વેપારીઓ તેમજ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતું દિન પ્રતિદિન અસામાજીક તત્વોનો ત્રાસ વધતો જાય છે. જેથી વેપારીઓએ આ બાબતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી.

  • અમદાવાદના રિલીફ રોડ પર ફરી અસામાજિક તત્વોનો આતંક
  • ફરી અસામાજિક તત્વોના ત્રાસનો વિડિયો આવ્યો સામે
  • વેપારીઓએ સુરક્ષા માટે પોલીસ કમિશ્નર ને કરી રજુઆત

 અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે. હવે અમદાવાદના વેપારીઓ પણ સુરક્ષિત નથી. અમદાવાદનું હાર્ટ ગણાતા રિલીફ રોડ પર મોબાઈલના વેપારીઓમાં તો અસામાજિક તત્વોની દહેશત ફેલાઈ છે. રીલીફરોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષમાં મોબાઈલના વેપારીઓ અસામાજિક તત્વોથી પરેશાન છે. હવે તો વેપારીઓ ધંધો બંધ કરવાનું મન બનાવી ચુક્યા છે. અનેક વખત પોલીસ રજુઆત કર્યા બાદ પણ અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા પોલીસ નિષ્ક્રિય બની છે.  ફરી અસામાજિક તત્વોનો ત્રાસ વધતા વેપારીઓએ પોલીસ કમિશ્નરને આ બાબતે રજુઆત કરી હતી. ત્યારે અસામાજિક તત્વો નશામાં ધૂત બનીને ગ્રાહકો અને વેપારીઓ સાથે દાદાગીરી કરે છે. જેનો વિડિઓ પણ સામે આવ્યો છે. તેમજ આ કોમ્પ્લેક્ષ અશાંત ધારામાં આવે છે તો પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરી અસામાજીક તત્વોને છાવરી રહી છે. 

ગુંડાતત્વોના ત્રાસથી ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે
મોબાઈલ બજારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો વેપારીઓએ સુરક્ષા માટે પોલીસને અનેક વખત રજુઆત કરી પણ પોલીસ મુકપેક્ષક બની છે. વેપારીઓનો આક્ષેપ છે કે મૂર્તિમંત કોમ્પ્લેક્ષ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. ત્યારે દુકાન બહાર જ અસામાજિક તત્વો નશો કરીને વેપારી અને ગ્રાહકોને પરેશાન કરે છે.  આ ગુંડાતત્વોના ત્રાસથી ગ્રાહકો કોમ્પ્લેક્ષમાં ખરીદી અર્થે આવવાનું ટાળી રહ્યા છે. જેથી ધંધામાં પણ મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.  કોમ્પલેક્ષમાં પણ અસામાજિક તત્વોએ કાઉન્ટર બનાવીને દબાણ કર્યું છે. જેનો વેપારીઓ વિરોધ કરે તો ધમકી આપવામાં આવે છે.  જે બાબતે વેપારીઓ દ્વારા પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી. 

અમર પરિયાણી ( ચેરમેન, મૂર્તિમંત કોમ્પલેક્ષ)

પોલીસ અસામાજીક તત્વોનો બચાવ કરી રહી છેઃ વેપારીઓ
રિલીફ રોડ પર વેપારીઓ ગુંડા તત્વોથી પરેશાન છે. તો બીજી તરફ પોલીસ પણ કાર્યવાહી કરવાના નામે અસામાજીક તત્વોને છાવરી રહી છે. ત્યારે જો પોલીસ દ્વારા આગામી સમયમાં અસામાજીક તત્વો પર કાર્યવાહી કરવામાં નહી આવે તો વેપારીઓ દુકાનો બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ