બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Experts say that tea should not be consumed in excess

હેલ્થ ટિપ્સ / તો ઝેર સમાન બની જશે ચા, બનાવતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ એક ભૂલ

Pooja Khunti

Last Updated: 04:33 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Winter Tips: શિયાળામાં લોકો ચાનું સેવન ખુબજ પસંદ કરે છે. પરતું નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આદુંવાળી ચાનું સેવન દિવસમાં 2 થી 3 વાર જ કરવું જોઈએ.

  • આદુવાળી ચાનાં સેવનથી બચો 
  • ચામાં હાજર ટેનીન બહાર આવે છે
  • દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ 

શિયાળામાં લોકો વધુ પ્રમાણમાં ચાનું સેવન કરે છે. શિયાળાની ઋતુમાં એક કપ ચા તમને કેટલીક બીમારીઓથી દૂર રાખે છે. શિયાળાની ઋતુમાં ચાને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ શિયાળામાં ચાનું સેવન વધી જાય છે. પરતું તેમનું કહેવું છે કે જરૂરથી વધુ ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 

આદુવાળી ચાનાં સેવનથી બચો 
શિયાળામાં આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યાઓની સાથે-સાથે અન્ય બીમારીઓથી પણ રાહત મળે છે. લોકો ચાની અંદર આદું, એલચી, લવિંગ વગેરે નાખીને લાંબા સમય સુધી ઉકાળતા હોય છે. ચાને વધુ સમય સુધી ઉકાળવી ન જોઈએ. કારણ કે તેથી ચામાં હાજર ટેનીન બહાર આવે છે. જે એસિડિટીનું સૌથી મોટું કારણ છે.

વાંચવા જેવું: ઊંઘ પૂરી કરવી કેમ જરૂરી? રાતના ઉજાગરાની ટેવ આગળ ચાલીને ઊભી કરશે એવી બીમારી કે જીવનભર પસ્તાશો

ટેનીન શું છે? 
ટેનીન એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. જે ચાના પાંદડામાં જોવા મળે છે. જ્યારે ટેનીન મોટી માત્રામાં લેવામાં આવે છે ત્યારે તે એસિડ રિફ્લક્સ અને ગેસનું કારણ બની શકે છે. જો ચા પીધા પછી લાંબા સમય સુધી ગેસ ચાલુ રહે તો પેટમાં સોજો આવે છે. એટલા માટે કહેવાય છે કે જે લોકોને આંતરડાની સમસ્યા હોય તેમણે ચાનું સેવન ઓછું કરવું જોઈએ. એટલું જ નહીં જો પેટમાં ઈન્ફેક્શન હોય તો ચાનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.

દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ 
નિષ્ણાંતોનાં મતે દિવસમાં બે કે ત્રણ વખતથી વધુ ચા ન પીવી જોઈએ. શિયાળામાં ચાનું સેવન માત્ર ત્યારે જ સારું છે જ્યાં સુધી તમે તેને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. તમે તેમાં જે ઈચ્છો તે મિક્સ કરીને પી શકો છો. આના કરતા વધુ વખત ચા પીવાથી તમને નુકસાન થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ