બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વધારે પડતો AI ચેટબોટનો યુઝ કરી દેશે તમારું મગજ બંધ, ચોંકાવનારો ખુલાસો
Last Updated: 09:08 AM, 6 February 2026
ChatGPT જેવા ચેટબોટ આવવાથી ભલે કામ સરળ થઈ ગયા હોય પણ તમારા મગજ માટે સારા નથી. પેન્સિલવેનિયા યુનિવર્સિટીની એક રિસર્ચમાં ખબર પડી કે ચેટજીપીટી જેવા ચેટબોટથી ઓછા સમયમાં સાચો જવાબ મળી શકે છે પણ તેના માટે મગજે કિંમત ચુકવવી પડશે. રિસર્ચમાં સામે આવ્યું કે જે યુઝર્સે માહિતી માટે ગૂગલ સર્ચનો યુઝ કર્યો તેમને ચેટબોટ યુઝ કરનારા યુઝર્સની સરખામણીમાં વધારે ઊંડી માહિતી હતી અને તે કોઈ ટોપિક પર લાંબી સલાહ આપી શકતા હતા જ્યારે ચેટબોટ યુઝ કરનારા લોકો પાસે ઓરિજીનલ આઈડિયા જ નથી.
ADVERTISEMENT
હમણા જ 10,000થી વધુ લોકો પર એક મોટી રિસર્ચ કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે જે લોકો વધારે પડતા AI ચેટબોટ (જેમ કે ChatGPT) પર આધાર રાખે છે તેઓ નવી વસ્તુઓ સારી રીતે શીખી શકતા નથી. સાથે જ આવા લોકોનો પોતાનાં જ્ઞાન પર વિશ્વાસ પણ ઓછો જોવા મળે છે.બીજી બાજુ જે લોકો ગૂગલ સર્ચ કરીને માહિતી મેળવે છે તેઓ વધારે ઊંડી સમજ ધરાવે છે. કારણ કે ગૂગલ પર માહિતી શોધતી વખતે વ્યક્તિ અલગ-અલગ વેબસાઇટ્સ , આર્ટિકલ અને લિંક્સ વાંચે છે. તે વિવિધ દૃષ્ટિકોણ જુએ છે અને પછી પોતાનો મત બનાવે છે. આ પ્રક્રિયામાં મગજ વધારે કામ કરે છે જેથી સમજ પણ સારી બને છે.

ADVERTISEMENT
AI ચેટબોટ તરત જ બધી માહિતી એક જ જવાબમાં આપી દે છે. તેથી યુઝર વિષયના બીજા પાસાંઓ વિશે વિચારતો નથી અને માત્ર તૈયાર જવાબ પર નિર્ભર થઈ જાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ લોન્ચ થયો 6000mAh બેટરીવાળો Samsung Galaxy A07 5G ફોન, જાણો ફીચર્સ અને કિંમત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.