બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / લોન્ચ થયો 6000mAh બેટરીવાળો Samsung Galaxy A07 5G ફોન, જાણો ફીચર્સ અને કિંમત

ટેક / લોન્ચ થયો 6000mAh બેટરીવાળો Samsung Galaxy A07 5G ફોન, જાણો ફીચર્સ અને કિંમત

Nirav Kumar

Last Updated: 04:33 AM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સેમસંગનો નવો સ્માર્ટફોન લોન્ચ થયો છે. આ Samsung Galaxy A07 5G ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે.

સેમસંગ Galaxy A07 5G ભારતના માર્કેટમાં લોન્ચ થયો છે. આ હેન્ડસેટ બે રેમ અને સ્ટોરેજ ઓપ્શન અને ત્રણ અલગ અલગ કલર ઓપ્શનમાં આવે છે. જેની મુખ્ય ખાસિયતમાં શક્તિશાળી બેટરી, મીડિયાટેક પ્રોસેસર અને ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપનો સમાવેશ થાય છે. આ ફોનની કિંમત કેટલી હશે અને તેની મુખ્ય ખાસિયત શું હશે? ચાલો તે વિષે જાણીએ.

  • સેમસંગ Galaxy A07 5G ની કિંમત
    4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથેના આ ફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. 6GB/128GB સ્ટોરેજ સાથેના ટોચના વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા હશે. પ્રારંભિક ઓફરના ભાગ રૂપે SBI, HDFC બેંક અને એક્સિસ બેંક કાર્ડ્સ પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક પણ ઉપલબ્ધ છે.
vtv app promotion
  • સેમસંગ Galaxy A07 5G ઓપ્શન
    આ કિંમત કેટેગરીમાં આ સેમસંગ ફોન Nothing Phone 2 Pro, realme P4x 5G, Motorola G96 5G અને Poco M8 જેવા સ્માર્ટફોન સાથે કોમ્પીટીશન કરશે.
  • Samsung Galaxy A07 5G સ્પેસીફીકેશન
    આ ફોનમાં ડિસ્પ્લે ડ્યુઅલ-સિમ ફોનમાં 6.7-ઇંચ HD+ (720×1,600 પિક્સેલ્સ) IPS LCD સ્ક્રીન છે જેનો રિફ્રેશ રેટ 120Hz સુધી છે અને પીક બ્રાઇટનેસ 800 nits સુધી છે. તેમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ ફોન MediaTek ડાયમેન્સિટી 6300 ઓક્ટા-કોર ચિપસેટ પર ચાલે છે. આ ફોનમાં પાવરફુલ 6000mAh બેટરી આવે છે. આ  ફોન 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વધુ વાંચો : ઇન્કમ ટેક્સ વિભાગમાં MTS અને ટેક્સ આસિસ્ટન્ટની ભરતી, 10 પાસથી ગ્રેજ્યુએટ લોકોને મોકો, 81,100 સુધીની સેલરી


જો આ ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે તેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આવે છે. ફ્રન્ટ પર 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે. ફોન 1080p/30 fps સુધી વિડિઓ રેકોર્ડ કરવામાં એલીજીબલ છે. આ સિવાય તેમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.3, USB ટાઇપ-C પોર્ટ, GPS, GLONASS અને QZSS ને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે આ  ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Smartphone Smartphone Launched Galaxy A07 5G
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ