બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્કમ ટેક્સ વિભાગમાં MTS અને ટેક્સ આસિસ્ટન્ટની ભરતી, 10 પાસથી ગ્રેજ્યુએટ લોકોને મોકો, 81,100 સુધીની સેલરી
Last Updated: 04:18 AM, 5 February 2026
સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો અને રમતગમતમાં સ્કિલ ધરાવતા યુવાનો માટે ગુડ ન્યુઝ આવ્યા છે. કેમ કે, ગુજરાતના ઇન્કમ ટેક્સ વિભાગે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને ટેક્સ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી પાડી છે. આ ભરતીમાં કુલ 46 જગ્યા ભરવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતી ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેમને સ્ટેટ, નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે રમતગમતમાં પોતાની પ્રતિભા દર્શાવી છે અને હવે સરકારી નોકરી મેળવવા માંગે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ગુજરાતના ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ છે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2026 રખાઈ છે.
ADVERTISEMENT
આમાં ગુજરાતના ઇન્કમ ટેક્સ વિભાગ ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ એમ બે મુખ્ય જગ્યાઓ માટે ભરતી કરાશે. આ બંને જગ્યાઓ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરવામાં આવશે. મતલબ કે રમતગમતમાં ટ્રેક રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને જ આ ભરતીનો લાભ મળશે. વિભાગ પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ તેમની એથ્લેટિક સિદ્ધિઓને પ્રાથમિકતા આપશે જેથી લાયક ખેલાડીઓને સરકારી નોકરીઓ મેળવવાનો મોકો છે.
ADVERTISEMENT
આ ભરતી પ્રોસેસમાં બે જગ્યાઓ સામેલ છે: ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ. આ ભરતી ખાસ કરીને પ્લેયર્સ માટે છે. ટેક્સ આસિસ્ટન્ટ પદ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરીછે. આ સિવાય ઉમેદવારની ડેટા એન્ટ્રી સ્પીડ ઓછામાં ઓછી 8000 કી ડિપ્રેશન પ્રતિ કલાક હોવી જરૂરી છે. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) પદ માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે.
ADVERTISEMENT
ટેક્સ આસિસ્ટન્ટ પદ માટે ઉમેદવારોની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ પદ માટે ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ અપાશે.

ADVERTISEMENT
આ ભરતીમાં ટેક્સ આસિસ્ટન્ટ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા સુધીનો પગાર મળશે. MTS પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 18,000 થી 56,900 રૂપિયા સુધીનો પગાર મળશે. કર્મચારીઓને બીજા સરકારી લાભો પણ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.