બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / 10 પાસ ઉમેદવારો એલર્ટ! રેલવેમાં ફરી મોટાપાયે ભરતી પડી છે, જો-જો રહી ના જાઓ

કરિયર / 10 પાસ ઉમેદવારો એલર્ટ! રેલવેમાં ફરી મોટાપાયે ભરતી પડી છે, જો-જો રહી ના જાઓ

Jinal Chauhan

Last Updated: 12:35 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે રાહતના સમાચાર છે. રેલવે ભરતી બોર્ડે ગ્રુપ ડીના 21,997 પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 10મું પાસ ઉમેદવાર ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ ડીના 21,997 પદ પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 10મું પાસ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા પુરી રીતે ઓનલાઈન રાખવામાં આવી છે જેથી વધુમાં વધુ લોકો સરળતાથી ફોર્મ ભરી શકશે. અરજીથી માંડી પરીક્ષા સુધી પ્રોસેસ નક્કી કરી દેવાઈ છે. ઉમેદવારોને ફોર્મ ભરતી વખતે આધાર અને એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સની માહિતી યોગ્ય રીતે ભરવાની સલાહ આપવામાં આવી છે.

આવી રીતે કરો એપ્લિકેશન

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ-ડીની 21,997 જગ્યાઓ માટે અરજી મંગાવી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની શરૂઆત 31 જાન્યુઆરીથી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 માર્ચ 2026 છે, જ્યારે ફી ભરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2026 છે. જો ફોર્મમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવા માટે 5 થી 14 માર્ચ સુધી કરેકશન વિન્ડો ખુલ્લી રહેશે.

એક જ ઝોન માટે માન્ય રહેશે ફોર્મ

ઉમેદવાર માત્ર એક જ રેલવે ઝોન માટે અરજી કરી શકે છે. જો એકથી વધુ ઝોન પસંદ કરવામાં આવશે તો અરજી રદ થઈ જશે. જોકે, એક જ ઝોનની અંદર અલગ-અલગ પદો માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. એક જ ફોર્મમાં તમામ પદોની પ્રાથમિકતા આપવી પડશે. એકવાર ઝોન પસંદ કર્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

ઉંમર મર્યાદા અને છૂટ

અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2026ના આધાર પર કરવામાં આવશે. ઓબીસી વર્ગને 3 વર્ષની છૂટ મળશે અને એસસી/એસટી વર્ગને 5 વર્ષની છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ભરતી પ્રક્રિયામાં સૌથી પહેલા કમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે સીબીટી લેવામાં આવશે. તેમાં સફળ થયેલા ઉમેદવારોને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થશે.

પરીક્ષા પેટર્ન અને નેગેટિવ માર્કિંગ

સીબીટી પરીક્ષા 90 મિનિટની રહેશે જેમાં કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે. જનરલ સાયન્સમાંથી 25 પ્રશ્ન, ગણિતમાંથી 25 પ્રશ્ન, રીઝનિંગમાંથી 30 પ્રશ્ન અને કરંટ અફેર્સમાંથી 20 પ્રશ્ન આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ટિકિટ બુકિંગથી લઇને ફોર્મ ભરવા સુધી...! હવે Google Chrome જ બધું જ કામ કરી દેશે

ફિઝિકલ ટેસ્ટ અને પગાર

પીઈટીમાં પુરુષ ઉમેદવારોને 35 કિલો વજન ઉઠાવીને 100 મીટર ચાલવું પડશે અને નક્કી સમયમાં 1000 મીટર દોડ પૂર્ણ કરવી પડશે. મહિલાઓ માટે વજન અને સમય મર્યાદા અલગ રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને લેવલ-1 હેઠળ 18,000 રૂપિયા મૂળ પગાર મળશે.

અરજી ફી

જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગ માટે અરજી ફી 500 રૂપિયા રહેશે જેમાંથી પરીક્ષા આપ્યા પછી 400 રૂપિયા પાછા આપવામાં આવશે. એસસી, એસટી અને મહિલા ઉમેદવારો માટે ફી 250 રૂપિયા રહેશે જે પરીક્ષા આપ્યા બાદ સંપૂર્ણ પરત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Jobs RRB Group D Sarkari Naukri
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ