બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / ex mp dhananjay singh got punishment in kidnapping case abhinav singhal

Lok Sabha Election 2024 / પૂર્વ સાંસદ ધનંજય સિંહને 7 વર્ષની સજા, અપહરણ ખંડણીનો કેસ, નહીં લડી શકે લોકસભા ચૂંટણી

Manisha Jogi

Last Updated: 05:31 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધનંજય સિંહને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. MP MLA કોર્ટે મંગળવારે ધનંજય સિંહને અપહરણ અને ખંડણીના કેસમાં દોષિત કરાર આપ્યો હતો.

ઉત્તરપ્રદેશની જૌનપુર લોકસભા સીટ પરથી સાંસદ રહી ચૂકેલ જેડીયૂના રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. MP MLA કોર્ટે મંગળવારે ધનંજય સિંહને અપહરણ અને ખંડણીના કેસમાં દોષિત કરાર આપ્યો હતો અને ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, અને તેમનું રાજનૈતિક કરિઅર ડામાડોળ થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. 

10 મે 2020ના રોજ જોનપુર લાઈન બજાર સ્ટેશનમાં મુઝફ્ફરનગર નિવાસી નમામિ ગંગેના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય સિંહ અને તેમના સાથી વિક્રમ પર અપહરણ અને ખંડણી માંગવાનો આરોપ મુકીને તેમની સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે, અભિનવ સિંઘલનું અપહરણ કરીને પૂર્વ સાંસદના ઘરે લઈ જવામાં આવ્યો હતો. 

ધનંજય સિંહ ત્યાં પિસ્તોલ લઈને આવ્યા હતા અને તેમને ગાળો આપીને ઓછી ગુણવત્તાવાળો સામાન આપવા માટે કહ્યું હતું. અભિનવ સિંઘલે ના પાડતા તેને ધમકી આપીને તેની પાસેથી ખંડણી માંગી હતી. આ ફરિયાદના આધાર પર પોલીસે ધનંજય સિંહ અને તેના સહયોગીઓ સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી, ત્યારપછી કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હતા. 

ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ભાજપ ઉમેદવાનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવતા ધનંજય સિંહે પ્રતિક્રિયા આપી હતી. ભાજપે જૌનપુર લોકસભા સીટ પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી કાર્ય કરી ચૂકેલ કૃપાશંકર સિંહનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે. 

ધનંજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, 'સાથીઓ તૈયાર રહો, એક જ લક્ષ્ય લોકસભા 73, જૌનપુર. અને તેની સાથે 'જીતેગા જૌનપુર જીતેંગે હમ'ના નારા સાથે પોતાનો જ ફોટો શેર કર્યો હતો.' ધનંજય સિંહ નીતિશકુમારની પાર્ટી JDU તરફથી લડશે કે, નિર્દળીય ઉમેદવાર તરીકે લડશે, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

27 વર્ષની ઉંમરે પહેલી વાર ધારાસભ્ય બન્યા
ધનંજય સિંહ 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેમણે વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં નિર્દળીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, ત્યારપછી વર્ષ 2007ની ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડની ટિકીટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી. વર્ષ 2009માં બસપા ટિકીટ પર લોકસભા ચૂંટણી લડીને જીત મેળવી હતી. 

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ધનંજય સિંહ ઉપી એકવાર JDUની ટિકીટ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. જૌનપુરથી ભાજપ ઉમેદવારની જાહેરાત થયા પછી તેમના આશાઓ પર પાણી ફરી વળ્યું છે, તેમ છતાં તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

વધુ વાંચો: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ! પહેલી વાર 74 હજારને પાર, આ શેરોમાં આગ ઝરતી તેજી

... મર્યા પછી જીવિત થયા ધનંજય સિંહ!
ભદોહી પોલીસે મિર્ઝાપુર સીમા પર 17 ઓક્ટોબર 1998ના રોજ  4 બદમાશોને ઠાર કર્યા હતા. ત્યારપછી પોલીસે દાવો કર્યો હતો કે, પેટ્રોલ પંપ લુંટવા જઈ રહેલ બદમાશોની અથડામણમાં ધનંજય સિંહનું મોત થઈ ગયું છે. તો સમયે ભદોહી પોલીસની વાહવાહી કરવામાં આવી રહી હતી, પરંતુ બીજા દિવસે લોકો તેમની મજાક ઉડાવવા લાગ્યા. 11 જાન્યુઆરી 1999ના રોજ ધનંજયે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ