બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sensex at record high above nifty all time high banking stocks

શેરબજાર ક્લોઝિંગ / સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ! પહેલી વાર 74 હજારને પાર, આ શેરોમાં આગ ઝરતી તેજી

Manisha Jogi

Last Updated: 05:12 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE સેંસેક્સે ઈતિહાસ રચી દીધો છે.જે સવારે શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ત્યારપછી સેંસેક્સમાં 800નો પોઈન્ટની અને નિફ્ટીમાં 270 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં આજનું કારોબારી સત્ર ઐતિહાસિક રહ્યું છે. BSE સેંસેક્સે ઈતિહાસ રચી દીધો છે. આજના કારોબારી સત્રમાં પહેલી વાર BSE સેંસેક્સ 74,000ના આંકડાને પાર કરી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે આજે 22,490ની ટોચે પહોંચી ગયો છે. આજનું કારોબારી સત્ર સમાપ્ત થતા સેંસેક્સ 409 પોઈન્ટના ઉછાળા સાથે 74,086 પોઈન્ટ પર બંધ થયું છે, નિફ્ટી 118 પોઈન્ટના વધારા સાથે 22,474 પોઈન્ટ પર બંધ થયો છે. આજે સવારે શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ત્યારપછી સેંસેક્સમાં 800નો પોઈન્ટની અને નિફ્ટીમાં 270 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. 

રોકાણકારોને નુકસાન
શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે, પણ માર્કેટ વેલ્યૂમાં ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ સ્ટોકની માર્કેટ વેલ્યૂમાં ઘટાડો થતા 391.37 લાખ કરોડ થઈ ગઈ છે. અગાઉ આ સત્ર 393.04 લાખ કરોડ રહ્યું હતું. આજે આ સત્રની વેલ્યુએશનમાં 1.67 લાખ કરોડનું નુકસાન થયું છે. 

વધુ વાંચો:ફરી આવી રહ્યો છે ટાટાનો IPO, કમાણી કરવા ક્યારે આવશે દાવ લગાવવાનો મોકો, જાણો સંપૂર્ણ વિગત

શેરબજાર
આજના ટ્રેડમાં બેન્કિંગ શેરમાં ખરીદીના કારણે શેરબજાર નીચલા સ્તરથી રિકવર થઈને બંધ થયું છે. બેન્ક નિફ્ટી 384 પોઈન્ટની તેજી સાથે બંધ થયું છે. ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, પીએસયૂ, બેન્ક, FMCG, હેલ્થકેયર સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા, એનર્જી, મીડિયા, રિઅલ એસ્ટેટ, મેટલ સેક્ટરના શેરની કિંમતમાં ઘટાડો થયો હતો. આજના કારોબારી સત્રમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે મિડકેપ ઈન્ડેક્ષ 1,000 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્ષ 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સેંસેક્સના 30 શેરમાં 19 શેરમાં તેજી અને 11 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરમાંથી 32 શેરમાં તેજી જોવા મળી હતી અને 18 શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ઓટો કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, ભારતી એરટેલના શેરમાં તેજી જોવા મળી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ