બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Tata Group-owned online grocery company Big Basket is eyeing an initial public offering (IPO) in 2025 after turning profitable.

તક / ફરી આવી રહ્યો છે ટાટાનો IPO, કમાણી કરવા ક્યારે આવશે દાવ લગાવવાનો મોકો, જાણો સંપૂર્ણ વિગત

Pravin Joshi

Last Updated: 01:09 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા ગ્રૂપની માલિકીની ઓનલાઈન ગ્રોસરી કંપની 'બિગ બાસ્કેટ' નફાકારક બન્યા પછી 2025માં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) શરૂ કરવાનું વિચારી રહી છે.

જો તમે ટાટા આઈપીઓમાં દાવ લગાવવાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ટાટા ગ્રૂપની માલિકીની ઓનલાઈન ગ્રોસરી કંપની 'બિગ બાસ્કેટ' નફાકારક બન્યા પછી 2025માં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) શરૂ કરવાનું વિચારી રહી છે. કંપનીના ટોચના અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. તમને જણાવી દઈએ કે બિગ બાસ્કેટ ટાટા ડિજિટલ કંપની છે. 2021 માં ટાટા ડિજિટલે અલીબાબા અને એક્ટિસ જેવા રોકાણકારોની બહાર નીકળ્યા પછી બિગ બાસ્કેટમાં 64 ટકાથી વધુ હિસ્સો હસ્તગત કર્યો.

18 વર્ષમાં પહેલીવાર IPO લૉન્ચ કરી રહી છે TATA, જાણો રોકાણ કરવા જેવુ છે કે  નહીં | the first by tata group in 18 years tata tech plans ipo by fiscal end

કંપનીના સ્થાપકે શું કહ્યું ?

બિગ બાસ્કેટના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ હરિ મેનને જણાવ્યું હતું કે બેંગલુરુ સ્થિત કંપની આગામી 6-8 મહિનામાં નફાકારક બનશે. કંપનીની નવી ઓફરિંગ 'BB Now' સેગમેન્ટ પૈસા કમાવવાનું શરૂ કરશે. જ્યારે તેમને IPO પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કદાચ અમે તેને 2025માં લાવીશું. પરંતુ અમે તેને ટાટા પર છોડી રહ્યા છીએ, આ અંગે અમને માર્ગદર્શન અને સલાહ આપવા માટે તેમનાથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં.

એક કા ડબલ! ટાટા ટેક જેવો અન્ય એક IPO માર્કેટમાં મચાવશે ધમાલ, 4 દિવસમાં બે  ગણા રૂપિયા કરવાની મળશે તક / Another IPO like Tata Tech is coming, the money  will double

ટાટાનો છેલ્લો IPO ગયા વર્ષે આવ્યો હતો

ટાટા કંપની Tata Technologies નો IPO નવેમ્બર 2023 માં આવ્યો હતો. આ IPO 30 નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થયો હતો. ટાટા ગ્રુપનો આ શેર 140%ના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 1199.95 પર લિસ્ટ થયો હતો. તે જ સમયે, કંપનીના શેર NSE પર 140%ના પ્રીમિયમ સાથે રૂ. 1,200 પર લિસ્ટ થયા હતા. આ IPOની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

IPO | VTV Gujarati

વધુ વાંચો : સ્નેક્સ માર્કેટમાં દેશની ચોથી સૌથી મોટી બ્રાન્ડ ગોપાલના IPOનું આવતીકાલે ઓપનિંગ, એક ક્લિકમાં જાણો કામની વિગતો

તમને જણાવી દઈએ કે 18 વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપની શેરબજારમાં લિસ્ટ થઈ હતી. અગાઉ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેર લિસ્ટ થયા હતા. IPO એ સંપૂર્ણ રીતે પ્રમોટર અને રોકાણકારો દ્વારા 6.09 કરોડ ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (OFS) હતી. OFSમાં 60,850,278 શેરનો સમાવેશ થાય છે, જેમાં પ્રમોટર ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા 46,275,000 સુધીના શેરના વેચાણનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ