બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Even on the late night of 31 December 2022 Tathya Patel met with an accident

ખુલાસો / નબીરા તથ્યએ જેગુઆરથી એક નહીં બે અકસ્માત સર્જ્યા, નો-ક્લેઇમ ઇન્શ્યોરન્સની વિગતોમાં ફૂટ્યો ભાંડો, બીજો બનાવ ગાડી ચડાવવાનો જ

Kishor

Last Updated: 11:46 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ડિસેમ્બર 2022ની મોડી રાત્રે પણ નબીરા તથ્ય પટેલે અકસ્માત સર્જાયો હતો. જેમાં શીલજ રોડ પર જેગુઆર ગાડી થાંભલા પર ચઢાવી દીધી હોવાનું બહાર આવ્યું છે.

  • નબીરા તથ્ય પટેલનો વધુ એક અકસ્માતનો કેસ 
  • 31મી ડિસેમ્બર 2022ની મોડી રાત્રે અકસ્માત કર્યો હતો
  • શીલજ રોડ પર જેગુઆર ગાડી થાંભલા પર ચઢાવી દીધી હતી

અમદાવાદમાં ચિત્તા ઝડપે જેગુઆર ચલાવી 9 ઝીંદગીને કચડી નાખનાર નબીરા તથ્ય પટેલનો વધુ એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે. આરોપી તથ્યએ 31મી ડિસેમ્બર 2022ની મોડી રાત્રે અકસ્માત કર્યો હતો. જેમાં બેફામ સ્પીડે કાર ચલાવી શીલજ રોડ પર જેગુઆર ગાડી થાંભલા પર ચઢાવી દીધી હતી. અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલની ગાડીમાં તેના મિત્રો પણ સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે  બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો | Bulldozer will be turned over  Pragnesh Patel's house in ...

અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી
તથ્ય પટેલે 9 જિંદગીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસ દ્વારા આરોપી સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ દરમિયાન ફાંટીને ધુમાડે ગયેલા તથ્યના એક પછી એક કરનારા ઉઘાડા પડી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં વધુ એક અકસ્માતનો બનાવ પણ સામે આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન જેગુઆર કંપનીમાં નો-ક્લેઇમ ઇન્શ્યોરન્સ તપાસમાં અકસ્માતની વિગતો આવી સામે હતી. માતેલા સાંઢની માફક દોડતી કારે ઓવરસ્પીડમાં અકસ્માત કર્યો હતો. જોકે આ દરમિયાન અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી.

શું હતી સમગ્ર ઘટના ? 
19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ