બ્રેકિંગ ન્યુઝ
પટના હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે વ્યક્તિની આવક એક રૂપિયો પણ નથી, તેને તેની પત્નીને દર મહિને 4,000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવવું પડશે. ન્યાયાધીશ વિવેક ચૌધરીની સિંગલ બેંચે ધીરજ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. શેખપુરા જિલ્લાને લગતા એક કેસમાં ટ્રાયલ કોર્ટે પત્નીને સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણ પેટે 4,000 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ હુકમને અરજદારે હાઇકોર્ટમાં પિટિશન કરીને પડકાર્યો હતો.
ADVERTISEMENT
પાણીપૂરાવાને આદેશ પત્નીને ચુકવો 4000નું ભરણપોષણ
અરજદાર વતી કોર્ટને જણાવ્યું હતું કે, તેની કોઇ આવક નથી. તે તેના પિતાને કોલકાતામાં પાણીપુરી વેચવામાં મદદ કરે છે. તે દરરોજ માત્ર બસો રૂપિયા કમાય છે. આવી સ્થિતિમાં, પત્નીને દર મહિને ચાર હજાર રૂપિયા આપવાનું શક્ય નથી. આના પર કોર્ટે કહ્યું કે, કેસના રેકોર્ડ પરથી લાગે છે કે, કોઇ પણ પક્ષે આવકના સમર્થનમાં કોઇ દસ્તાવેજ રજૂ કર્યો નથી. કોઈ દસ્તાવેજની ગેરહાજરીમાં, એવું માની લેવામાં આવશે કે અરજદાર દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો
આના પર હાઈકોર્ટે અંજુ ગર્ગ વિરુદ્ધ દીપક કુમાર ગર્ગમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપ્યો. કોર્ટે કહ્યું કે, જે વ્યક્તિની આવક રેકોર્ડમાં નોંધવામાં ન આવે અને બેરોજગાર હોવાના દાવા કરવામાં ન આવે તેના માસિક પગારને મિનિમમ વેજ એક્ટના આધાર પર ગણવામાં આવે. રાજ્યમાં એક વ્યક્તિ માટે લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે. આથી કોર્ટ તેની અંદાજિત આવક રોજના 400 રૂપિયા માની લે છે. આમ, અરજદાર દૈનિક વેતન મજૂર તરીકે દર મહિને 12,000 રૂપિયા કમાય છે. કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર પોતાની પત્નીને ભરણપોષણ પેટે આવકનો એક તૃતીયાંશ ભાગ ચૂકવવા બંધાયેલો છે. ચુકાદો જાહેર થતાં કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.