બ્રેકિંગ ન્યુઝ
તમારા બેંક ખાતામાં જો અચાનકથી પૈસા આવવા લાગે તો સ્વાભાવિક છે કે તમે થોડા ડરી જાવ અને વિચારશો કે આ પૈસા આવ્યા ક્યાંથી? લંડનમાં રહેતા ટિમ કેમરૉનની સાથે કંઇક આવું જ થયું. એના બેંક ખાતામાં ચાર વખત થોડા થોડા કરીને પૈસા આવ્યા. જ્યારે આ પૈસાને આવવાનું સાચું કારણ ખબર પડી તો એ પણ હેરાન થઇ ગયો.
ADVERTISEMENT
વાસ્તવમાં કેમરૉન એક દિવસ પોતાનું કામ પતાવીને ઘરે જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એનું પર્સ પડી ગયું. આ પર્સમાં એનું એટીએમ કાર્ડ અને થોડા પૈસા હતા, કેમરૉન તો પોતાનું પર્સ ગુમાવીને ઘરે આવી ગયો, પરંતુ એનું પર્સ એક વ્યક્તિને મળ્યું. એ વ્યક્તિ ઇમાનદાર હતો અને એને કેમરૉનની ઓળખ કરવા માટે ઑનલાઇન બેંકિંગનો સહારો લીધો.
I just lost my wallet on the way home from work. I didn't have much identifying info in there so a good Samaritan got in touch with my via my... bank account 🤯
— Tim Cameron (@Timcammm) October 14, 2019
4x transfers of £0.01 each with a reference up to 18 chars pic.twitter.com/RVK8I1ZctQ
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેમરૉને જણાવ્યું કે જે વ્યક્તિને એનું પર્સ મળ્યું હતું, એને એના ખાતામાં ચાર વખત પૈસા ટ્રાન્સફર કર્યા અને દરેક વખતે નવો સંદેશો પણ મોકલ્યો, વ્યક્તિએ એ સંદેશાની સાથે પોતાનો ફોન નંબર પણ આપ્યો અને કૉલ કરવા કહ્યું.
ADVERTISEMENT
કેમરૉને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. સાથે જ એને લેણદેણના ફોટો પણ શેર કર્યા છે. લોકોએ તે વ્યક્તિના ખૂબ વખાણ કર્યા છે, જેને કેમરૉનનું પર્સ મળ્યું હતું એને શોધવા માટે ગજબની તરકીબ શોધી.
જો કે ટ્વિટર પર એક વ્યક્તિએ કેમરૉનને એવું પણ પૂછ્યું કે પૈસા મોકલનાર એ વ્યક્તિને તમારા બેંકની જાણકારી કેવી રીતે મળી? એની પર કેમરૉને જવાબ આપ્યો કે બ્રિટેનમાં કાર્ડ પર જ બેંકે તમામ જાણકારી અંકિત રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.