બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તારીખ નોંધી લેજો, આ દિવસે PFની સર્વિસ બંધ રહેશે, ફટાફટ પતાવી દેજો કામ
Last Updated: 04:31 PM, 4 August 2026
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પોતાના કરોડો સબ્સ્ક્રાઇબર્સને એલર્ટ કરતા એક અગત્યની જાણકારી શેર કરી છે. જો તમે પીએફ ખાતા સંબંધિત કોઈ મહત્વનું કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા પ્લાનમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. સંગઠને જણાવ્યું છે કે 5 ઓગસ્ટ 2026 ના રોજ તેમની ઈ-ઓફિસ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
3 ઓગસ્ટ 2026 ના રોજ ઈપીએફઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, બુધવાર, 5 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી (કુલ 3.5 કલાક) બંધ રહેશે. આ સાડા ત્રણ કલાકની વિંડો દરમિયાન સબ્સ્ક્રાઇબર્સ ઈ-ઓફિસ એપને બિલકુલ એક્સેસ કરી શકશે નહીં. તેથી પીએફ સંબંધિત કોઈપણ અગત્યનું કામ આ સમય પહેલા અથવા પછી જ પતાવવાની સલાહ આપવામાં આવે છે.

ADVERTISEMENT
ઈપીએફઓ પોતાની ડિજિટલ સેવાઓને વધુ આધુનિક અને ઝડપી બનાવી રહ્યું છે. આ અસ્થાયી રૂકાવટ એક નિશ્ચિત સિસ્ટમ અપગ્રેડેશનનો ભાગ છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ની ઈ-ઓફિસ ટીમ આ સમય દરમિયાન પ્લેટફોર્મના વિવિધ મહત્વપૂર્ણ ભાગોને અપડેટ કરશે. આ પ્રક્રિયામાં ઈ-ફાઈલ, પોર્ટલ, એમઆઈએસ (MIS) અને એમડીએમ (MDM) ના નવા વર્ઝન ઈન્સ્ટોલ કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અગાઉ જૂનના છેલ્લા અઠવાડિયામાં પણ ઈપીએફઓએ એમ્પ્લોયર પોર્ટલ અને ઉમંગ (UMANG) એપ પર ડેટાબેઝ માઈગ્રેશન કર્યું હતું. સોફ્ટવેર અપગ્રેડેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને નવી વ્યવસ્થા હેઠળ સેવાઓ ધીમે ધીમે લાઈવ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
સિસ્ટમ માઈગ્રેશન બાદ તમામ ક્લેમ અને સર્વિસ રિક્વેસ્ટ વધારાની ચકાસણી સાથે પાસ કરવામાં આવશે જેથી કોઈ ભૂલ ન થાય. આ કારણે આગામી કેટલાક દિવસો સુધી પીએફ ક્લેમ સેટલ થવામાં સામાન્ય કરતાં થોડો વધુ સમય લાગી શકે છે. સંગઠને સભ્યોને પીક અવર્સ (વ્યસ્ત સમય) દરમિયાન પોર્ટલ પર વારંવાર લોગિન ન કરવા અપીલ કરી છે.
કાર્યવાહી / અભિનેત્રી ત્રિશા પર વિવાદિત ટિપ્પણી બાદ બવાલ, ઉદયનિધિ સ્ટાલિનને પોલીસે કસ્ટડીમાં લીધા
સિસ્ટમ અપગ્રેડના કારણે ઉમંગ એપ પર પણ કેટલીક સેવાઓ અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ છે, છતાં સભ્યો માટે કેટલીક જરૂરી સુવિધાઓ ચાલુ રાખવામાં આવી છે: યુએએન (UAN) એલોટમેન્ટ અને તેને એક્ટિવેટ કરવાનું કામ ચાલુ રહેશે. આ ઉપરાંત, ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication) પણ કરી શકાશે. ખાતાનું બેલેન્સ અથવા પાસબુક માહિતી મેળવવા માટે SMS અને મિસ્ડ કોલ (Missed Call) જેવી પરંપરાગત સેવાઓ પહેલાની જેમ જ કાર્યરત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.