બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Entry of only these 4 veterans along with PM Modi during the Ram Mandir Pran Pristha, see who will be present

અયોધ્યા / રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે આ 4 દિગ્ગજોને જ એન્ટ્રી, જુઓ કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

Published By: Megha

Last Updated: 09:55 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

  • અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે.
  • પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.

નવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે. 

વાંચવા જેવું :  રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 60 કલાક સુધી ચાલશે રામલલાની પૂજા, 17 જાન્યુઆરીથી જ અનુષ્ઠાન શરૂ, જુઓ તૈયારી

પીએમ મોદી ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહેશે. જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહે છે. જે બાદ રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવે છે, જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.

આવતા મહિને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત 'સૂર્ય સ્તંભો'થી શણગારવામાં આવી રહ્યો છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Mandir News Narendra Modi PM નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિર પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ