બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / Entry of an Indian film at the Cannes Film Festival, this opportunity after 30 years

ગૌરવ / કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય મૂવીની એન્ટ્રી, 30 વર્ષ બાદ મળ્યો આ મોકો

Last Updated: 05:56 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 વર્ષ પછી કોઈ ભારતીય ફિલ્મે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આ ફિલ્મનું નામ 'ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ' છે

દર વર્ષની જેમ આ વખતે પણ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે જે 14મી મેથી 25મી મે સુધી ચાલશે. આ વખતનું કાન્સ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ બનવાનું છે કારણ કે 30 વર્ષ પછી કોઈ ભારતીય ફિલ્મે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

ભારતીય ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશી

આ ફિલ્મનું નામ 'ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ' છે, જેનું નિર્દેશન પાયલ કાપડિયાએ કર્યું છે. પાયલ કાપડિયાએ દેશને ગૌરવ અપાવ્યું છે કારણ કે ત્રણ દાયકા પછી ભારતીયોને આ સુવર્ણ તક મળી છે. તમને જણાવી દઈએ કે 11 એપ્રિલે પેરિસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આની જાહેરાત કરવામાં આવી હતી.

આ પહેલા 1994માં શાજી એન કરુણ દ્વારા નિર્દેશિત ભારતીય ફિલ્મ 'સ્વહમ'ને કાન્સમાં તક મળી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાયલ કાપડિયાની ફિલ્મ કાન્સ માટે પસંદ કરવામાં આવી હોય. અગાઉ, પાયલ કાપડિયાની ડોક્યુમેન્ટ્રી 'અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ'એ 2021માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓઈલ ડી'ઓર (ગોલ્ડન આઈ) એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચોઃ Bade Miyan Chote Miyan Review: અક્ષય કુમારની ફિલ્મના રિવ્યૂ વાંચીને જોવા જજો, નહીંતર પૈસા પડી જશે

ફિલ્મની વાર્તા કેવી છે?

'ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ' વિશે વાત કરીએ તો  આ ફિલ્મ પ્રભા નામની નર્સની વાર્તા દર્શાવે છે, જેને ઘણા વર્ષો પછી તેના પતિ તરફથી ભેટ મળે છે. પ્રભાના તેના પતિ સાથે સારા સંબંધો નથી અને તે તેના પતિથી અલગ રહે છે. આવી સ્થિતિમાં પ્રભા લાંબા સમય પછી પતિ તરફથી મળેલી ભેટથી થોડી અસહજ થઈ જાય છે. એક દિવસ પ્રભા અને તેની રૂમમેટ ટ્રિપ પર જાય છે, જ્યાં તેમનું આખું જીવન બદલાઈ જાય છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 77 વર્ષથી ચાલી રહેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી સિનેમા પ્રદર્શિત થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

All We Imagine is Light Film Indian Film Payal Kapadia cannes film festival france movie Cannes Film Festival
Vishal Dave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ