ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 3800 બાળકોને નવી જિંદગી આપીને મસીહા બની પલક મુચ્છલ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, નેટવર્થ આ ક્રિકેટર કરતાં પણ વધારે
Last Updated: 11:06 AM, 13 November 2025
ADVERTISEMENT
Palak Muchhal Heart Surgery: પ્રેમ રતન ધન પાયો, આશિકી અને કૌન તુજે જેવા સુપર હિટ ગીતોની પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા પલક મુચ્છલે માત્ર પોતાના અવાજથી બૉલીવુડમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે એટલું જ નાહી પણ સાથે સાથે તેણે એક મોટું સમાજસેવાનું લારી કરીને એક બીજી મોટી સિદ્ધિ પણ હાંસલ કરી છે. પલક અને તેનો ભાઈ પલાશ મુચ્છલ બંને ભેગા મળીને સ્ટેજ શો કરે છે. અને પલક તેના સ્ટેજ શો ની કમાણી તેના માટે વાપરવાના બદલે તેમાંથી તે જરૂરિયાત મંદોની સેવા કરે છે. પલકને તાજેતરમાં 3,800 થી વધુ ગરીબ બાળકો પર હૃદયની સર્જરી કરવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમનું મિશન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પલક મુચ્છલે ખૂબ જ નાની ઉંમરે નક્કી કર્યું હતું કે તે પોતાની સિંગિંગનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરશે. બાળપણમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેણે કેટલાક ગરીબ બાળકોને જોયા જે બરાબર ખાઈ પણ શકતા ન હતા. તે દિવસથી જ તેણે નક્કી કર્યું હતું કે જ્યારે તે મોટી થશે ત્યારે તે આ બાળકોના જીવનને સુધારવા માટે તેના અવાજનો ઉપયોગ કરશે.
ADVERTISEMENT
પલક મુચ્છલે તેના ભાઈ પલાશ મુચ્છલે સાથે મળીને પલક પલાશ ચેરિટેબલ ફાઉન્ડેશન શરૂ કર્યું. આ ફાઉન્ડેશન દ્વારા પલક તેની કોન્સર્ટની કમાણી, પોતાની બચત અને જાહેર દાનનો ઉપયોગ એવા બાળકોની સર્જરી માટે કરે છે જેમના પરિવારો મોંઘી સારવાર પરવડી શકતા નથી. પલક કહે છે કે સંગીત ફક્ત એક આત્માને જ નહીં પણ એક જીવનને પણ બચાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પલક મુચ્છલના વિઝનથી હજારો પરિવારોને નવી આશા મળી છે. તેમના ફાઉન્ડેશનની મદદથી જે બાળકોની સર્જરી થઈ છે. તેમાં ઘણા એવા બાળકો છે જેમના માતાપિતા સારવાર માટે પૈસા એકઠા કરવામાં અસમર્થ હતા. પલક માત્ર બાળકોને મદદ કરતી નથી પરંતુ અનેક સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. તેમણે કારગિલ શહીદોના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડી અને ગુજરાત ભૂકંપ પીડિતો માટે 10 લાખ રૂપિયાનું દાન કર્યું.
ADVERTISEMENT
પલકે મ્યુઝિક કમ્પોઝર મિથુન સાથે લગ્ન કર્યા છે. અને તેના આ કામમાં જાણીતા ગાયક-સંગીતકાર મિથુન હંમેશા તેમની પડખે ઉભા રહ્યા છે. મિથુને એક મુલાકાતમાં કહ્યું હતું કે ભલે કોઈ શો કે આવક ન હોય, બાળકની સર્જરી ક્યારેય બંધ થશે નહીં. આ ભાવના દર્શાવે છે કે આ દંપતી ફક્ત સંગીતમાં જ નહીં પરંતુ માનવતામાં પણ એક શક્તિ છે. પલક મુછલ એક સાચી "વાસ્તવિક જીવનની નાયિકા" બની ગઈ છે, જે ફક્ત તેમના ગીતોથી જ નહીં પરંતુ તેમના કાર્યોથી પણ લોકોના દિલ જીતી રહી છે. તો બીજી તરફ પલકનો ભાઈ પલાશ પણ જાણીતી ઇંડિયન ક્રિકેટર સ્મૃતિ મંધનાને ડેટ કરી રહ્યો છે અને બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.
પલક મુચ્છલ 33 વર્ષની છે અને તે એક ગીત માટે 10-12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અહેવાલો અનુસાર, તેની કુલ સંપત્તિ 90 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જે તેની ભાવિ ભાભી સ્મૃતિ મંધાના કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. વધુમાં, તે તેના ભાઈ કરતાં વધુ પૈસા કમાય છે.
વધુ વાંચો: કોણ છે ભારતની એ ધનવાન એક્ટ્રેસ, જેની સામે સલમાન-આમીર પણ કંઈ નથી!

હાલમાં જ પલક અને મિથુનના એક એવોર્ડ શોમાં પરફોર્મન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારે પલકને મળેલી આ સિદ્ધિ તેમાં વિશેષ ઉમેરો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.