ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 41ની ઉંમરે રાજકુમાર રાવના ઘરે પારણું બંધાયું, લક્ષ્મી અવતરતા ઘર કિલકારીઓથી ગુંજ્યું

મનોરંજન / 41ની ઉંમરે રાજકુમાર રાવના ઘરે પારણું બંધાયું, લક્ષ્મી અવતરતા ઘર કિલકારીઓથી ગુંજ્યું

Published By: Priyankka Triveddi

Last Updated: 11:29 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક બૉલીવુડ કપલ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની ચોથી મેરેજ એનિવર્સરી પર તેમના ઘરે પારણું બંધાયું છે. 41 વર્ષની ઉંમરે રાજકુમાર રાવ પિતા બન્યો છે.

ADVERTISEMENT

Rajkummar Rao: બૉલીવુડમાં આજકાલ ખુશીનો માહોલ છે. આ અઠવાડિયે બે બૉલીવુડના પાવર કપલ પેરેન્ટ્સ ક્લબમાં જોડાયા છે. વિક્કી-કેટરિનાના ઘરે હાલમાં જ પુત્ર જન્મ થયો છે તો હવે આ ક્લબમાં 41 વર્ષીય અભિનેતા રાજકુમાર રાવનો સમાવેશ થયો છે. રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખા એક બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે.

બોલિવૂડમાં ખુશીની લહેર

બોલિવૂડ હાલમાં ખુશીઓની સીઝન માણી રહ્યું છે. કેટરિના કૈફ વિક્કી કૌશલ માતા–પિતા બન્યા બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલે પોતાના પરિવારમાં નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા તેમના લગ્નની ચોથી વર્ષગાંઠે માતા–પિતા બન્યા છે. દંપતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓએ એક નાની પુત્રીનું સ્વાગત કર્યું છે. પોસ્ટ કરાયેલા ઉજવણી કાર્ડમાં લખ્યું હતું: “અમે ખૂબ ખુશ છીએ. ભગવાને અમને નાની દેવદૂતનો આશીર્વાદ આપ્યો છે.”

સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ

દંપતીએ કેપ્શનમાં ઉમેર્યું કે, “ભગવાને અમને અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે.” સમાચાર સામે આવતા જ ચાહકો અને સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું. અભિનેતા વરુણ ધવને ટિપ્પણી કરી: “તમારા બંનેનું ક્લબમાં સ્વાગત છે.” બોલિવૂડના અનેક કલાકારો, મિત્રમંડળ અને ફેન્સે નાની રાજકુમારીને આશીર્વાદ અને દંપતીને શુભેચ્છાઓ પાઠવી.

વધુ વાંચો: 'મારી મજાક આજે સાચી પડી', VTV પોડકાસ્ટને યાદ કરતા ફિલ્મ 'લાલો' વિશે શું બોલ્યા Dev Pagli?

vtv app promotion

કો એક્ટર્સથી પેરેન્ટ્સ સુધીની સફર

આ દંપતીએ 9 જુલાઈએ એક પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. પત્રલેખાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ ટ્રિપ દરમ્યાન તેને પોતાના ગર્ભાવસ્થાની જાણ થઈ હતી. તે દરમિયાન રાજકુમાર રાવના કાળજીભર્યા સ્વભાવથી એને સમજાયું કે રાજકુમાર એક સારા પિતા સાબિત થશે. બંનેની મુલાકાત 2014માં ફિલ્મ "સિટીલાઈટ્સ" ના શૂટિંગ દરમિયાન થઈ હતી. જ્યાંથી તેમની પ્રેમકથા શરૂ થઈ. નવેમ્બર 2021માં બંનેએ લગ્ન કર્યા અને હવે તેઓ જીવનના નવા અધ્યાય માતૃત્વ અને પિતૃત્વમાં પ્રવેશ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkummar Rao Bollywood News Celebrity Parents

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ