બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / કોમેડીનો તડકો, લૉજિકની બાદબાકી દર્શકોને પેટ પકડીને હસાવશે કપિલ શર્માની 'KIS KISKO PYAAR KAROON 2'

રિવ્યુ / કોમેડીનો તડકો, લૉજિકની બાદબાકી દર્શકોને પેટ પકડીને હસાવશે કપિલ શર્માની 'KIS KISKO PYAAR KAROON 2'

Published By: Priyankka Triveddi

Last Updated: 10:43 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kis Kisko Pyaar Karoon 2 Review: કોમેડિયન એક્ટર કપિલ શર્માની કોમેડી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું 2' આજે શુકવારે 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ છે અને આ ફિલ્મ કેટલું એન્ટરટેન કરે છે વાંચો આ રિવ્યુમાં.

Kis Kisko Pyaar Karoon 2 Review: કોમેડિયન ટર્ન એક્ટર કપિલ શર્માની 'કિસ કિસ કો પ્યાર કરું 2' ફિલ્મ આજે રિલીઝ થઈ છે. ઘણા લાંબા સમયથી આ ફિલ્મની ચર્ચા થઈ રહી ત્યારે આજે 12 ડિસેમ્બર શુકવારના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ છે. 'પ્યાર બદલને કા નહીં બલ્કિ અપનાને કા નામ હૈ' આ વન લાઇનરની આસપાસ ફરતી કપિલ શર્મા (Kapil Sharma) ની ફિલ્મ દર્શકોને પસંદ આવશે કે કેમ ચાલો જાણીએ.

શું છે ફિલ્મની વાર્તા?

જો તમને ખ્યાલ હોય અને તમે જોઈ હોય તો આ પહેલા પણ આ જ નામની ફિલ્મ એટલે કે 'કિસ કિસ કો પ્યાર કરું' જો જોઈ હશે તો આ ફિલ્મ Kis Kis ko pyar Karoon 2 માટે તમારે વધારે વિચારવાની જરૂરત નહીં રહે. પહેલી ફિલ્મની જેમ જ આ ફિલ્મ પણ ભોપાલના એક સીધા સરળ યુવાન મોહન શર્માથી શરૂ થાય છે જે તેની ગર્લ ફ્રેન્ડ સાનિયા (હીના વરીના) સાથે લગ્ન કરવાનો હોય છે. પરંતુ બંને વચ્ચે ધર્મ દીવાલ બનીને ઊભો રહે છે અને હવે બનેંના ધર્મ અલગ હોવાથી તેમના પરિવાર જનો તેમના આ લગ્નની ના પાડી દે છે.

જો કે મોહન સાનિયાને એટલો પ્રેમ કરતો હોય છે કે તે સાનિયા સાથે લગ્ન કરવા માટે થઈને મુસ્લિમ ધર્મ અપનાવીને મહેમુદ બની જાય છે. પરંતુ વાર્તામાં આગળ ટ્વીસ્ટ એ આવે છે કે મહેમુદ બનીને મોહન જે છોકરી સાથે લગ્ન કરે છે તે તેની ગર્લ ફ્રેન્ડ સાનિયા નહીં પણ રૂહી (આયશા ખાન) હોય છે. આ નિકાહ બાદ તરત જ મોહનના પરિવારજનો તેના લગ્ન મીરા (ત્રિધા ચૌધરી) સાથે કરાવી દે છે અને ત્યારબાદ એવો કઈક ટ્વીસ્ટ આવે છે કે મોહન ગોવામાં માઇકલ બનીને જેની (પારૂલ ગુલાટી) સાથે લગ્ન કરે છે, હવે ત્રણ અલગ અલગ ધર્મની છોકરીઓ સાથે લગ્ન કરીને ત્રણ અલગ ધર્મની ઓળખાણ લઈને ફરતો મોહન જુઠ્ઠું બોલે છે એ બધાની વચ્ચે તેની પ્રેમિકા સાનિયા ગાયબ થઈ જાય છે. હવે આ 3 અલગ અલગ ધર્મની પત્નીઓ વચ્ચે મોહન, મહેમુદ અને માઇકલ કેવી રીતે મેનેજ કરે છે અને શું આખરે મોહન અને સાનિયા એક થાય છે નહીં? તેમના લગ્ન થાય છે કે નહીં? અને આ 3 પત્નીઓમાંથી કોણ સાથે રહે છે એ જાણવા તમારે થિયેટર સુધી જવું પડશે, અને આ જ ફિલ્મની વાર્તા છે.

કોમેડીનો મળશે તગડો ડોઝ

હવે તમે ફિલ્મની વાર્તા શું છે તે સમજી જ ગયા હશો. હવે આટલી બધી ભાગમ ભાગ હોય અને કન્ફ્યુઝન હોય અને કપિલ શર્મા હોય તો કોમેડીના હોય એવું તો કેવી રીતે બને. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મ તમે આખા ફેમિલી સાથે મળીને જોઈ શકો છો. જો કે હા એક ખાસ વાત કે જો આ ફિલ્મ તમે જોવા જાવ તો ફિલ્મમાં લૉજિક ના શોધશો તો કોમેડી તમને ભરપૂર પેટ પકડીને હસાવશે. આ ફિલ્મ તમને એટલું હસાવશે અને અંત સુધી તમારી ખુરશી પરથી ઊભા નહીં થવા દે. આ ફિલ્મની સૌથી મજબૂત પકડ એ છે કે આ ફિલ્મની સ્ટોરી ખૂબ હળવાશથી કહેવામાં આવી છે અને સાથે જ દરેક ધર્મ વચ્ચે સમાનતાનો પણ સંદેશ આપે છે.

એક્ટિંગ

આયશા ખાન, હીરા વરીના, પારૂલ ગુલાટી અને ત્રિધા ચૌધરી આ દરેજે પોતાનું કેરેક્ટર ખૂબ સારી રીતે નિભાવ્યું છે અને તે ફિલ્મની વાર્તામાં વણાઈ જાય છે. કોમેડી નાઇટ્સના કપિલ શર્માએ તેની કોમિક ટાઈમિંગ, ફની એક્સપ્રેશનથી ફિલ્મને પાકિડ રાખી છે. સાવધાન ઈન્ડિયાથી ઘરે ઘરે જાણીતા થયેલા સુશાંત સિંહ પણ ઇન્સ્પેકટરના રોલમાં છાપ છોડી જાય છે. અસરાની તમે છેલ્લી વખત આ ફિલ્મમાં જોશી તે જાણે ફિલ્મની વાર્તા જ આખી બદલી નાખે છે. કપિલના ફ્રેન્ડના રોલમાં મનજોત સિંહનો પણ કોમિક ટાઈમિંગ જોરદાર છે. અખિલેન્દ્ર મિશ્રા અને વિપિન શર્માની સ્ક્રીન પ્રેઝન્સ તમને બોર થવા દેતી નથી. કોમેડી કિંગ જોની લીવરની દીકરી જેમી લીવર પણ સારું એવું હસાવી જાય છે.

ફિલ્મનું ડિરેક્શન

આ ફિલ્મનું ડિરેક્શન અનુકલ્પ ગોસ્વામીએ કર્યું છે જે કપિલ શર્મા સાથે લાંબા સમયથી કામ કરે છે. આ ફિલ્મ તેમણે એ જ પેસમાં બનાવી છે કે જેથી કપિલ શર્માના ચાહકો અને દર્શકો તેની સાથે કનેક્ટ કરી શકે. જો કે એક વાત એ પણ છે કે જો ફિલ્મની વાર્તામાં થોડું લૉજિક અને વાર્તા થોડી ક્રિસ્પ હોત તો તે કદાચ વધુ સારું બની શકી હોત. જો કે ફિલ્મમાં ભોપાલને બહુ સરસ રીતે દર્શાવાયું છે.

આ પણ વાંચો: 'મેં ક્યારેય નહોતું વિચાર્યું કે....', ધર્મેન્દ્ર પાજીની યાદમાં ડ્રીમગર્લ હેમા માલિની થઇ ઇમોશનલ

vtv app promotion

આ ફિલ્મમાં કોમેડી પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે માટે ફિલ્મમાં ગીતો તો છે પણ એક પણ ગીત એવું નથી કે જે તમને થિયેટરની બહાર નીકળ્યા પછી પણ યાદ રહે. જો કે યો યો હની સિંઘનું એક ગીત છે જે તમને પસંદ આવી શકે છે. સાથે ત્રિધા અને કપિલનું એક રોમેન્ટિક સોંગ પણ છે. જો અંતે એટલું જ કે જો તમને એક્શન ફિલ્મો પસંદ નથી તો આ હલકી ફૂલકી કોમેડી ફિલ્મ તમે પરિવાર સાથે જોઈ શકો છો અને જો તમને એક્શન ફિલ્મ પસંદ હોય અને હજુ ધુરંધરના જોઈ હોય તો વહેલી તકે જોઈ લે જો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Kis Kisko Pyaar Karoon 2 Movie Review

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ