ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / 'મેં ક્યારેય નહોતું વિચાર્યું કે....', ધર્મેન્દ્ર પાજીની યાદમાં ડ્રીમગર્લ હેમા માલિની થઇ ઇમોશનલ
Last Updated: 12:27 AM, 12 December 2025
ADVERTISEMENT
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું અવસાન 24 નવેમ્બરના રોજ થયું હતું. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દરમિયાન હેમા માલિનીએ ધર્મેન્દ્રની યાદમાં દિલ્હીમાં તેમની બીજી પ્રાર્થના સભા યોજી હતી. આ પ્રાર્થના સભામાં અનેક સ્ટારે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાં હેમા માલિની અને તેમની પુત્રીઓ સહિત દરેક વ્યક્તિ ભાવુક જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ધર્મેન્દ્રની બીજી પ્રાર્થના સભામાં હેમા માલિનીએ તેમને યાદ કરીને ઈમોશનલ ભાષણ આપ્યું. આ સભા દરમિયાન હેમા માલિનીએ કહ્યું હતું કે, "આજની આ પ્રાર્થના સભામાં આપ સૌનું સ્વાગત કરતાં હું ખૂબ જ ભાવુક થઈ રહી છું. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મારા જીવનમાં આવી ક્ષણ આવશે જ્યારે મારે પણ આ શોક સભા યોજવી પડશે અને તે પણ મારા ધરમજી માટે."

ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયોમાં કંગના રાણાવત ધર્મેન્દ્રના ફોટા સામે હાથ જોડીને અને આંખો બંધ કરીને ઉભી રહીને ધર્મેન્દ્રની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી. પછી તરત જ કંગના રાણાવત હેમા માલિની પાસે જાય છે અને તેમના ચરણ સ્પર્શ કરે છે. હેમા માલિની કંગનાને રોકે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
સંકળાયેલા મુદ્દાઓ