ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:55 PM, 11 December 2025
ADVERTISEMENT
બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલની સૌથી વધારે ચર્ચીત ફિલ્મોમાંની એક ‘બોર્ડર 2’ આગામી વર્ષે રિલીઝ થવાની છે. વર્ષોની રાહ બાદ આવતી આ સિક્વલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફિલ્મના સ્કેલ, સ્ટારકાસ્ટ અને ઈમોશનલ કનેક્શનને કારણે ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં છે. હવે ફિલ્મ રિલીઝથી એક મહિના પહેલાં મેકર્સે એક એવી યોજના તૈયાર કરી છે જેના કારણે ફિલ્મને લઈ ઉત્સાહ વધુ વધી ગયો છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ ‘બોર્ડર 2’ની સૌથી મોટી હાઇલાઇટ બનનાર ગીત ‘સંદેશે આતે હૈ’ આ ક્રિસમસે રિલીઝ થવાનું છે. મૂળ ‘બોર્ડર’માં આ ગીત લોકોના દિલમાં ઊંડે ઉતરી ગયું હતું. સૈનિકો અને તેમના પરિવારોની ભાવનાને સ્પર્શતા આ ગીત આજે પણ લાખો લોકોને પ્રિય છે. મેકર્સ એ જ અસર ફરી એકવાર ઉભી કરવા માગે છે અને તેથી જ તેમણે ગીતને ફિલ્મ રિલીઝ પહેલાં જ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ, નવા વર્ઝનમાં વૉર સિક્વન્સ, સરહદ પર સૈનિકો અને ઘર પર રાહ જોતાં પરિવારજનો વચ્ચેના હૃદયસ્પર્શી પળો દર્શાવવામાં આવશે. જોકે આ વખતે ‘સંદેશે આતે હૈ’ને કોણે અવાજ આપ્યો છે તે હજુ જાહેર થયું નથી, પરંતુ મેકર્સનો દાવો છે કે આ ગીત ફરી એકવાર દરેક ભારતીયના હૃદયને સ્પર્શશે.

ADVERTISEMENT
મૂળ ફિલ્મ ‘બોર્ડર’માં આ ગીત રૂપકુમાર રાઠોડ અને સોનુ નિગમે ગાયું હતું. ગીતના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા હતા અને સંગીત અનુ મલિકે આપ્યું હતું. ગીત બ્લોકબસ્ટર હિટ બન્યું હતું અને આજે પણ સૈનિકો વિશેની સૌથી ભાવુક રચનાઓમાં એની ગણના થાય છે.
‘બોર્ડર 2’માં સની દેઓલ ફરીથી એક શક્તિશાળી ભૂમિકા ભજવતા જોવા મળશે. તેમના સાથે ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહ કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો કહે છે કે ગીતને રિલીઝ કરીને મેકર્સે એક સચોટ મોટા પાયેનું પ્રોમોશનલ મૂવ કર્યું છે. ફિલ્મ રિલીઝ પહેલાં જ જો ગીત હિટ થઈ જાય છે તો ફિલ્મને ખૂબ જુદી જ લહેર મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
યાદ રહે કે ‘બોર્ડર’ના પ્રથમ ભાગે માત્ર 10 કરોડના બજેટ સામે લગભગ 65 કરોડની કમાણી કરી હતી, જે તે સમયનો ખૂબ મોટો આંક હતો. હવે સિક્વલ શું કમાલ કરશે તે જોવું રસપ્રદ બની રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ