ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / અજય દેવગનને પછાડી માધવન 'De De Pyaar De 2' માં છવાયો, ફિલ્મ ફેમિલી–ઈમોશનલ એન્ટરટેનર

મનોરંજન / અજય દેવગનને પછાડી માધવન 'De De Pyaar De 2' માં છવાયો, ફિલ્મ ફેમિલી–ઈમોશનલ એન્ટરટેનર

Published By: Priyankka Triveddi

Last Updated: 11:55 AM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

De De Pyaar De 2 અજય દેવગન, આર. માધવન ફરી એકવાર મોટા પડદે આમને સામને જોવા મળશે. આ શુક્રવારે De De Pyaar De 2 થિયેટરમાં રીલીઝ થઈ ગઈ છે. તમે પણ જો આ વિકેન્ડમાં આ ફિલ્મ જોવાનો વિચાર કરી રહ્યા છો તો વાંચી લો તેનો ફર્સ્ટ ડે રિવ્યુ.

ADVERTISEMENT

De De Pyaar De 2 Review: વર્ષ 2019 ની સુપરહિટ રોમેન્ટિક કોમેડી ફિલ્મ "De De Pyaar De" ની સિક્વલ "De De Pyaar De 2" માં અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ, આર. માધવન અને ગૌતમી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 નવેમ્બર 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. પહેલી ફિલ્મની જેમ તે એજ ડિફરન્સ બેઝ્ડ લાઇટ ઈમોશનલ લવ સ્ટોરી છે. આ ફિલ્મને લઈને ઘણા ટાઈમથી બઝ હતો ત્યારે ફાઈલી આ ફિલ્મ રીલીઝ થઈ છે અને સાથે જ ફિલ્મના રિવ્યુ પણ સામે આવ્યા છે.

'દે દે પ્યાર દે 2' નો ફર્સ્ટ રિવ્યુ સામે આવ્યો છે. અને સોશિયલ મીડિયા પર ફિલ્મ વિવેચકોએ ફિલ્મને રોલરકોસ્ટર રાઈડ ગણાવી છે. તેમના માનવ મુજબ આ ફિલ્મ રોમેન્ટિક છે, કોમેડી છે અને લાઈફમાં પ્રેમના બીજા ચાંસ વિશે વાત કરે છે. ફિલ્મની વાર્તામાં વધુ ડીપ ફિલિંગ્સ છે તો સાથે કેરેક્ટર્સ વચ્ચેની કેમેસ્ટ્રી પણ કમાલ છે.

અજય, રકુલ અને માધવનની એક્ટિંગ જબરદસ્ત

અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને આર. માધવનનો અભિનય સારો છે. રિવ્યૂઅર કહે છે કે "આશિષ મેહરા તરીકે અજય દેવગણ ફરી એકવાર સાબિત કરે છે કે તે બોલિવૂડના બેસ્ટ એક્ટરમાંનો એક છે. તેમનો ચાર્મ, મેચ્યોરિટી અને કોમિક ટાઇમિંગ અદભૂત છે. તે ઈમોશનલ અને કોમેડી બંને સીનને બખૂબી ભજવી જાય છે. આયેશા ખુરાના તરીકે રકુલ પ્રીત સિંહમાં પણ જામે છે અને અજય દેવગણ સાથેની તેની કેમેસ્ટ્રી વધુ નેચરલ અને બ્રાઇટ છે. "

ફિલ્મની વાર્તા

ફિલ્મની વાર્તા "દે દે પ્યાર દે" જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી જ શરૂ થાય છે. પહેલી ફિલ્મમાં આયેશા (રકુલ પ્રીત સિંહ) આશિષ (અજય દેવગન) ના પરિવારને મળે છે. હવે આશિષનો આયેશાના પરિવારને મળવાનો વારો છે. આયેશાનો પરિવાર ચંદીગઢમાં રહે છે. આયેશાના પરિવારમાં તેના પિતા (આર. માધવન), માતા (ગૌતમી કપૂર), ભાભી (ઇશિતા દત્તા) અને ભાઈ (તરુણ ગેહલોત) છે. આયેશાની ભાભી પ્રેગ્નેન્ટ છે અને ઘરમાં તેને લીધે ખુશીનો માહોલ છે. આ દરમિયાન આયેશા આશિષને તેના પરિવાર સાથે પરિચય કરાવવા માંગે છે. આયેશા જે હવે 28 વર્ષની છે. તેના 52 વર્ષના બોયફ્રેન્ડ, આશિષને તેના પરિવાર સાથે કેવી રીતે પરિચય કરાવે છે? જ્યારે તેના પરિવારને આશિષની ઉંમર અને તેની ઓળખ ખબર પડે છે ત્યારે તેઓ શું પ્રતિક્રિયા આપે છે? શું તેઓ આશિષને સ્વીકારે છે કે નહીં? આ ફિલ્મની વાર્તા છે. જે તમને 2 કલાક 26 મિનિટની ફિલ્મ જોયા પછી ખબર પડશે.

કેવી છે ફિલ્મ?

ફિલ્મની વાર્તા કંઈક અંશે પ્રેડિકટેબલ છે. કારણ કે બધા જાણે છે કે અંતમાં શું થશે. ફિલ્મનો પહેલો ભાગ સારો છે. તે તમને સતત હસાવશે અને એક સારી રોમેન્ટિક કોમેડી હોવાની ગરજ પૂરી પાડશે. પરંતુ જેમ જેમ પહેલો ભાગ પૂરો થાય છે અને બીજો ભાગ આગળ વધે છે તેમ તેમ ફિલ્મ તેની પકડ છોડતી જાય છે. નિર્માતાઓ લાગણીઓને બીજા ભાગમાં વધુ ધ્યાન આપવાના ચકકરમાં મૂળ વાર્તાથી ભટકતા હોય તેવું લાગે છે. હાસ્યથી શરૂ થયેલી વાર્તા, બીજા ભાગમાં તમને કંટાળાજનક લાગવા લાગે છે. એક સમય પચ્ચી ફિલ્મ ખેંચાતી હોય તેવું લાગે અને તમે ફિલ્મનો જલ્દી એન્ડ આવે તેવી ઈચ્છા રાખો છો. પરંતુ આર. માધવનનો અભિનય તમને જકડી રાખે છે, અને છેલ્લી 15 મિનિટ તમને ફરી એકવાર હસાવશે. હા, જો 'દે દે પ્યાર દે' સાથે સરખામણી કરવામાં આવે તો તે આ બીજા ભાગ કરતાં વધુ સારી છે.

De-De-Pyaar-De-2

વધુ વાંચો: 41ની ઉંમરે રાજકુમાર રાવના ઘરે પારણું બંધાયું, લક્ષ્મી અવતરતા ઘર કિલકારીઓથી ગુંજ્યું

vtv app promotion

ઓવરઓલ "દે દે પ્યાર દે 2" એ એક સંપૂર્ણ એન્ટરટેનર ફિલ્મ છે. ફિલ્મમાં ઇમોશન્સ છે, ડ્રામા છે અને સેંસટીવીટીથી ભરપૂર છે. તે સાબિત કરે છે કે પરિવાર, પ્રેમ અને સંબંધો વિશેની ફિલ્મો, જ્યારે પ્રામાણિકપણે અને હૃદયથી કહેવામાં આવે છે, ત્યારે તે હજુ પણ દર્શકોને ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

De De Pyaar De 2 Review Ajay Devgn R.Madhvan

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ