ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / કોણ હતા જસવિન્દર ભલ્લા? જેઓ હતા પ્રોફેસર, અને પછી બન્યા કોમેડિયન, જાણો મોતનું કારણ

મનોરંજન / કોણ હતા જસવિન્દર ભલ્લા? જેઓ હતા પ્રોફેસર, અને પછી બન્યા કોમેડિયન, જાણો મોતનું કારણ

Published By: Nidhi Panchal

Last Updated: 10:26 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી ફિલ્મ જગતમાં એક મોટું ખાલીપણું ઊભું થયું છે. હાસ્યના રાજા જસવિંદર ભલ્લાનું અવસાન થતા સમગ્ર ઉદ્યોગ અને ચાહકો શોકમાં ડૂબી ગયા

ADVERTISEMENT

પંજાબી ફિલ્મ ઉદ્યોગે એક એવો કલાકાર ગુમાવ્યો છે, જેણે પોતાની કોમિક ટાઈમિંગ અને સરસ અભિનયથી હજારો ચહેરા પર સ્મિત લાવ્યા હતા. પંજાબી સિનેમાના લોકપ્રિય હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાનું 65 વર્ષની વયે નિધન થતાં ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા.

Bhalla

જસવિંદર ભલ્લા માત્ર કલાકાર જ નહોતા, પરંતુ ખૂબ જ શિક્ષિત વ્યક્તિ પણ હતા. તેમણે પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં PHD મેળવી હતી અને એ જ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. વિદ્યાર્થી અને શિક્ષકો માટે તેમની હાજરી હંમેશા હાસ્ય અને આનંદથી ભરપૂર રહેતી.

bhalla-2

તેમને કોમેડીનો શોખ બાળપણથી જ હતો. શાળાના દિવસોમાં તેઓ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લેતા. 1975માં તેમને ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) પર પ્રદર્શન કરવાની તક મળી અને ત્યાંથી તેમની સફર શરૂ થઈ. ભલ્લા સાહેબને સૌથી વધુ ઓળખ 1988માં રિલીઝ થયેલી ઓડિયો કેસેટ ‘છનકટા’ થી મળી.

jasvindar

સૌથી વધુ લોકપ્રિય

આ કેસેટ સાથે તેમણે પોતાના યુનિવર્સિટીના મિત્ર બાલ મુકુંદ શર્મા સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ‘છનકટા’ ની 27 ઓડિયો અને વિડિયો પાર્ટ રજૂ કરી, જે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. ફિલ્મો, કોલેજ શો, છનકટા પાર્ટ ઉપરાંત જસવિંદર ભલ્લાએ ઘણા સ્ટેજ શો પણ કર્યા હતા. તેમનો સૌથી લોકપ્રિય સ્ટેજ શો ‘નોટી બાબા ઇન ટાઉન’ હતો, જેના માટે તેમણે કેનેડા અને ઓસ્ટ્રેલિયા સુધી પ્રવાસ કર્યો અને વિદેશમાં વસતા પંજાબી દર્શકોનું મનોરંજન કર્યું.

app promo3

આ પણ વાંચો : થાઇલેન્ડની ક્લબમાં શું કરી રહી છે 'કચ્ચા બદામ' ગર્લ? વાયરલ Video જોઇ ફેન્સ ચોંક્યા

જસવિંદર ભલ્લાના પિતા માસ્ટર બહાદુર સિંહ ભલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેમની પત્ની પરમદીપ ભલ્લા ફાઇન આર્ટ્સ શિક્ષિકા છે. તેમને બે સંતાનો છે – પુત્રી અશપ્રીત કૌર, જે નોર્વેમાં રહે છે અને પુત્ર પુખરાજ, જે પોતે પણ અભિનેતા છે. જસવિંદર ભલ્લાએ પોતાનું આખું જીવન મનોરંજન કલા માટે સમર્પિત કર્યું. આજે તેઓ નથી, પરંતુ તેમના અભિનય, હાસ્ય અને યાદગાર પાત્રો પંજાબી સિનેમાને હંમેશા જીવંત રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punjabi comedian Punjabi cinema Jaswinder Bhalla death

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ