બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Viral / થાઇલેન્ડની ક્લબમાં શું કરી રહી છે 'કચ્ચા બદામ' ગર્લ? વાયરલ Video જોઇ ફેન્સ ચોંક્યા

મનોરંજન / થાઇલેન્ડની ક્લબમાં શું કરી રહી છે 'કચ્ચા બદામ' ગર્લ? વાયરલ Video જોઇ ફેન્સ ચોંક્યા

Priyankka Triveddi

Last Updated: 09:01 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર કચ્ચા બદામ ગીત પર એક રિલથી ફેમસ થયેલી અંજલિ અરોરા તાજેતરમાં થાઈલેન્ડની એક ક્લબમાં નજર આવી હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સમાં અવનવા પ્રશ્નો જન્માવી રહ્યો છે.

Anjali Arora Viral Video: 'કચ્ચા બદામ' ગીત પર ડાન્સ કરીને ફેમસ થયેલી અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને તેના સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ છે. અંજલિ યૂથમાં ઘણી પોપ્યુલર છે. અંજલિ અરોરા હાલમાં જ તેના નવા ગીત 'દિલ પે ચલાઈ છૂરિયાં' માં જોવા મળી હતી. જેમાં તેની સાથે આ ગીતથી ફેમસ થયેલો રાજૂ કલાકાર, રાજન અરોરા, દિપક ગર્ગ અને ઋષભ શુક્લ પણ નજર આવ્યા હતા.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર અંજલિ અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે. જેમાં થાઈલેન્ડના એક ક્લબમાં તે ડાન્સ કરતી નજર આવી રહી છે. હવે આ વાયરલ વીડિયોને જોઈને લોકોના ભરી ભરીને રીએક્શન સામે આવી રહ્યા છે. જેમાં મોટા ભાગના લોકોએ એક્ટ્રેસ અને રિયાલિટી શો સ્ટારને ભારે ટ્રોલ કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અંજલિ વ્હાઇટ મીની ડ્રેસ પહેરીને સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. અને તે 'વો શરાબી ' ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે. સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ પણ નજર આવી રહ્યા છે.

વધુ વાંચો: શિલ્પી રાજના નવા સોંગની ઈન્ટરનેટ પર ધૂમ, સપના ચૌહાણના ડાન્સ મૂવ્સે લૂંટી મહેફિલ

Vtv App Promotion 1

અંજલિને થાઈલેન્ડની એક નાઈટ ક્લબમાં ડાન્સ કરતાં જોઈને યુઝર્સ ઘણા ચોંકી ગયા હતા. લોકોના મિક્સ રિસ્પોન્સ મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ' હવે આ બારમાં નાચવા લાગી' , બીજા એક યુઝરે લખ્યું કે ' આના બહુ ખરાબ દિવસો આવી ગયા લાગે છે.' તો અન્ય એક યુઝરે લખ્યું કે ' એક્ટ્રેસ પણ તો આવી રીતે ડાન્સ કરે છે એમાં શું મોટી વાત છે?'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anjali Arora Viral Video Social Media Influencer Entertainment
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ