બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / કેવી છે મલ્હાર ઠાકરની લેટેસ્ટ ફિલ્મ? માત્ર સોશિયલ મેસેજ કે પછી એન્ટરટેઈનમેન્ટ પણ?

Dharpakad Review / કેવી છે મલ્હાર ઠાકરની લેટેસ્ટ ફિલ્મ? માત્ર સોશિયલ મેસેજ કે પછી એન્ટરટેઈનમેન્ટ પણ?

Nidhi Panchal

Last Updated: 06:03 PM, 15 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર અને આજના સમયના મહત્વના વિષયને હવે ગુજરાતી ફિલ્મમાં પણ જોરદાર રીતે રજૂ કરવામાં આવ્યો છે. Dharpakad માત્ર સોશિયલ મેસેજ નથી આપતી, પરંતુ સસ્પેન્સ, ઇમોશન અને એન્ટરટેઈનમેન્ટનો પણ સારો ડોઝ આપે છે.

ડિજિટલ અરેસ્ટ. આજકાલ આ શબ્દ તમને વારંવાર સાંભળ્યો હશે, હવે ગુજરાતી ભાષામાં આ સબ્જેક્ટ પર ફિલ્મ બની ગઈ છે. મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી સ્ટારર ફિલ્મ ધરપકડ રિલીઝ થઈ છે. મેકર્સનો ક્લેઈમ છે કે આ વિષય પર બનેલી આ ભારતીય ભાષાની સૌથી પહેલી ફિલ્મ છે. અમે તો આ ફિલ્મ જોઈ નાખી છે, તમારે જોવી કે નહીં, એ તમે આ રિવ્યુ વાંચીને નક્કી કરી શકો છો, પણ આ હા રિવ્યુ મને ફિલ્મ કેવી લાગી એનો છે?

ફિલ્મની વાર્તા એક મિડલક્લાસ ફેમિલીની

જો તમે મલ્હાર ઠાકરની કોમેડી જોવા જાવ છો, તો આ ફિલ્મ તમારા માટે નથી. જો તમે શ્રુહદને લાલો જેવી વાઈબમાં જોવા જાવ છો, તો પણ આ ફિલ્મ તમારા માટે નથી. પણ જો તમે એક સારી ગુજરાતી ફિલ્મ જોવા જાવ છો, તો આ તમારા માટે છે. ફિલ્મની વાર્તા એક મિડલક્લાસ ફેમિલીની છે, જેમાં એક નિવૃત્ત પિતા છે, એક માં છે, જે પોતાના પુત્રને પ્રેમ કરે છે. અને મા-બાપના સપના પૂરા કરવા મથતો એક યુવાન છે, જેને દરેક મિડલ ક્લાસ ફેમિલીની જેમ પપ્પા સાથે નથી બનતું. એક દુર્ઘટનાને કારણે ઓલરેડી મમ્મી કોમામાં છે, જેની સારવારમાં લાખો વપરાઈ રહ્યા છે. હવે આ બધાની વચ્ચે ફિલ્મમાં એક જબરજસ્ત ઘટના બને છે.

મહત્વનું પાત્ર ડિજિટલ અરેસ્ટ

ફિલ્મનું એક મહત્વનું પાત્ર ડિજિટલ અરેસ્ટ થાય છે, અને જિંદગીભરની કમાણી સ્કેમમાં વપરાઈ જાય છે. દરેક સામાન્ય વ્યક્તિની જેમ અહીં પણ પાત્રો પોલીસ પાસે પહોંચે છે. પોલીસ કામ તો કરે છે, પણ પોલીસની રીતે! એટલે કંટાળીને ફિલ્મનો હીરો અર્જુન પોતે જ પોતાનો રથ હાંકવાનું નક્કી કરી, મિત્ર સાથે ગુનેગારોને શોધવા નીકળે છે, અહીંથી આખી ફિલ્મ એક નવા સ્ટેજ પર પહોંચે છે.

ઈન્ટરવલ સુધી અને ઈન્ટરવલના પછીની પહેલી 20 મિનિટ ફિલ્મ સારી ચાલે છે. એન્ટરટેઈનમેન્ટની સાથે સાથે ડિજિટલ અરેસ્ટ વિશેનો સોશિયલ મેસેજ પણ સુંદર રીતે અપાયો છે. વચ્ચે આવતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક રેપ ફિલ્મને એકદમ નવી તરોતાજા બનાવે છે. પણ કંઈક નવું સસ્પેન્સ ખોલવાની લ્હાયમાં છેલ્લે છેલ્લે ફિલ્મ ખેંચાઈ છે. અફકોર્સ આ સસ્પેન્સ તો શું છે, એ હું નહીં કહું, પણ મને બહુ જામ્યુ નહીં. અને હા, ડિજિટલ અરેસ્ટના મુદ્દાને હજી થોડો ટેક્નિકલ અને ડીપમાં બતાવાઈ શક્યો હોત, જે હજી ઘણો ઉપરછલ્લો લાગે છે. જો કદાચ સાઉથની ફિલ્મોના શોખીન હશો, તો આ વાત સાથે સહમત થશો.

આ પણ વાંચો : ભારતમાં OTT પર ક્યારે રિલીઝ થશે 'ધુરંધર 2'?, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે આપી દીધું મોટું અપડેટ

ઓવરઓલ આ ફિલ્મ વન ટાઈમ વૉચ તો છે. અનીષ શાહ ઘણે અંશે સફળ રહ્યા છે, પરંતુ હજી ફિલ્મની સ્ટોરી ડિટેઈલિંગમાં ઘણા લેયરની શક્યતા હતી. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ એક ‘આઈ-ઓપનર’ છે. 2026માં જ્યારે ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે, ત્યારે છેતરપિંડીની રીતો પણ બદલાઈ છે. ફિલ્મ ખૂબ જ પોઝિટિવ રીતે એ સમજાવે છે કે આવી પરિસ્થિતિમાં ગભરાવાને બદલે જાગૃત રહીને કેવી રીતે સામનો કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malhar Thakar Movie Gujarati Film Review Dharpakad Review
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ