બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / દેવેન ભોજાણીની પહેલી ગુજરાતી ફિલ્મ 'ઉડન છૂ' કેવી છે, એકવાર આ રિવ્યુ વાંચી લેજો
Last Updated: 11:31 AM, 6 September 2024
આજે ગુજરાતી ફિલ્મ 'ઉડન છૂ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. એમ તો આ ફિલ્મનું ટ્રેલર જુઓ એટલે સૌથી પહેલા લગભગ 2 વર્ષ પહેલા સુરતમાં બનેલો કિસ્સો યાદ આવી જાય કે વેવાઈ-વેવાણ ભાગી ગયા. પણ આ ફિલ્મની વાર્તા એ કિસ્સા પરથી નથી. જે લોકોને પારિવારિક અને કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય એવા લોકોને આ ફિલ્મ પસંદ આવશે. ફિલ્મમાં ઘણા ઇમોશન છે, ઘણા સંબંધો દર્શાવવામાં આવ્યા છે અને આ જુદા જુદા સંબંધોની જુદી-જુદી લાગણીઓ દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT
ઇમોશનથી ભરપૂર છે ફિલ્મ
ADVERTISEMENT
આ ફિલ્મમાં ઘણો બધો પ્રેમ છે, થોડી ઘણી કોમેડી છે, ઘણા ઉતાર-ચઢાવ છે. આ ફિલ્મ જોતી વખતે થોડું હસવું આવશે, થોડું ઈમોશનલ થઈ જવાશે. કદાચ તમને કોલેજ ટાઈમનો પહેલો પ્રેમ પણ યાદ આવી જશે. વેડિંગ બેકડ્રોપ સાથેની આ ફિલ્મની વાર્તા પ્રેમ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર છે, જેમાં અપરંપરાગત લગ્ન પણ છે. આ ફિલ્મને એક સંપૂર્ણ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ કહી શકાય. આ ફિલ્મમાં દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારો છે. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક મનોરંજક છે.
ફિલ્મમાં દર્શાવ્યા છે ઘણા બધા સંબંધો
ફિલ્મ શરૂ થવાની સાથે જ તમને જકડી રાખે છે. ફિલ્મમાં જૂના મિત્રો વચ્ચે લાગણીઓનો સંબંધ, બાપ-દીકરીનો સંબંધ, મા-દીકરાની તકરાર, ભાઈ-બહેનનો પ્રેમભર્યો સંબંધ દર્શાવવામાં આવ્યો છે, તો કેવી રીતે હાઉસ હેલ્પને પરિવારનો જ ભાગ માનવામાં આવે છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતપોતાની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. સિંગલ મધર પાનકોર પાપડવાલાની ભૂમિકામાં અભિનેત્રી પ્રાચી શાહ પંડયા ઊંડાણ અને આકર્ષણ લાવે છે તો, સિંગલ ફાધર હસમુખ મહેતા તરીકે દેવેન ભોજાણીએ ખૂબ જ સારું કામ કર્યું છે.
એક ઇન્ટરવ્યુમાં અભિનેતા દેવેન ભોજાણીએ જણાવ્યું હતું કે આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે, ત્યારે આ ફિલ્મમાં તેમને જોઇને એવું ચોક્કસથી કહી શકાય કે એવું જરા પણ નથી લાગી રહ્યું કે આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ હશે. હાર્દિક પાપડવાલાની ભૂમિકામાં આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ ક્રિના મહેતાની ભૂમિકામાં જોવા મળે છે. આ બંનેએ પણ પોતાના પાત્રો ખૂબ જ જોરદાર રીતે ભજવ્યા છે કે તમે તેમની સાથે કનેક્ટ કરી શકશો. ફિલ્મમાં સિંગલ ફાધર અને દીકરી વચ્ચેની લાગણીઓ ખૂબ જ સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે તો સિંગલ મધર અને દીકરા વચ્ચેની તકરાર પણ બતાવવામાં આવી છે.
આ પણ વાંચો: 16 સપ્ટેમ્બરે થશે સૂર્ય ગોચર, સુધરી જશે કન્યા સહિત આ 4 રાશિવાળાઓના દિવસો, મળશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
લાગણીઓનું રોલરકોસ્ટર
આ સિવાય ફિલ્મમાં દાદાની ભૂમિકામાં ફિરોઝ ભગત, હાઉસ હેલ્પની ભૂમિકામાં સ્મિત જોશી, તથા અન્ય સહાયક કલાકારોમાં જય ઉપાધ્યાય, અલીશા પ્રજાપતિ અને નમન ગોર જેવા કલાકારો પણ તેમના પાત્રોમાં ફ્લેવર ઉમેરતા જોવા મળે છે. આ ફિલ્મમાં એક પેટ ડોગ પણ છે જે છેલ્લે-છેલ્લે કદાચ તમને હમ આપકે હૈ કોનના બધાના ફેવરિટ ડોગ ટફીની યાદ અપાવી દેશે.
ફિલ્મમાં લાગણીઓનું રોલરકોસ્ટર છે, તો પ્રેમનો જાદુ પણ છે. ફિલ્મની વાર્તા ખરેખર ગમી જાય એવી છે. બે વ્યક્તિઓ વચ્ચેના અણધાર્યા સંબંધો, કલરફૂલ લગ્ન, થોડી કોમ્પ્લિકેટેડ કોમેડી, ઘણી બધી લાગણીઓનું મિશ્રણ છે આ ફિલ્મ. પરિવાર કે મિત્રો સાથે આ વિકેન્ડ પર ફિલ્મ જોવા જવાનો પ્લાન હોય તો આ ફિલ્મ જોવા જરૂરથી જવાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.