બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / End of era of 2 veteran captains who won 10 IPL trophies, one sacked, other resigns

ફેરફારો / 10 IPL ટ્રોફી જીતાડનાર 2 દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત, એકને હટાવાયો, બીજાનું રાજીનામું

Vishal Khamar

Last Updated: 08:32 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2024 સીઝન પહેલા આવા બે ફેરફારો થયા, જેના કારણે હવે બે દિગ્ગજ કેપ્ટનનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આ બંને ફેરફારોમાં અલગ વાત એ છે કે એક કેપ્ટનને હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે બીજાએ ખુદ કેપ્ટનશિપ છોડીને દિગ્ગજોને ચોંકાવી દીધા છે. મોટી વાત એ છે કે આ બંને કેપ્ટન રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પોતપોતાની ટીમ માટે 5-5 વખત ખિતાબ જીતી ચૂક્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 સીઝન પહેલા આવા બે ફેરફારો જોવા મળ્યા છે, જેણે રમત જગતના દિગ્ગજો સહિત ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ બે ફેરફારોને કારણે હવે IPLમાં બે દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત આવી ગયો છે. આ બંને ફેરફારોમાં અલગ વાત એ છે કે એક કેપ્ટનને હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે બીજાએ ખુદ કેપ્ટનશિપ છોડીને દિગ્ગજોને ચોંકાવી દીધા છે.

અમે વાત કરી રહ્યા છીએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના રોહિત શર્મા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની. આ બંનેએ પોતાની કપ્તાનીમાં મુંબઈ અને ચેન્નાઈ માટે 5-5 વખત ખિતાબ જીત્યા છે. એટલે કે અત્યાર સુધીની 16 સિઝનમાં આ બંને કેપ્ટન 10 વખત ચેમ્પિયન બન્યા છે.

રોહિતના સ્થાને પંડ્યાને MIની કેપ્ટન્સી સોંપવામાં આવી છે
રોહિતે 2013 થી 2023 સુધી પોતાની કેપ્ટન્સીમાં 5 વખત મુંબઈ ટીમને ટાઈટલ જીતાડ્યું છે. જ્યારે ધોનીએ પ્રથમ સિઝનમાં એટલે કે 2008થી 2023 દરમિયાન ચેન્નાઈની ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી છે. પરંતુ IPL 2024ની સિઝન પહેલા મુંબઈની ટીમે 36 વર્ષીય રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવીને 30 વર્ષના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમાન સોંપી દીધી છે.

બીજી તરફ 42 વર્ષના ધોનીએ પોતે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે પોતે 27 વર્ષના ઓપનર ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. પંડ્યાએ અગાઉ 2022ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સને તેની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે તે 2023 સીઝનની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ગાયકવાડ IPLમાં પ્રથમ વખત કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.

ધોનીએ પોતે સીએસકેની કપ્તાની ગાયકવાડને સોંપી હતી

મુંબઈની ફ્રેન્ચાઈઝીએ ટ્રેડ દ્વારા પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો અને કેપ્ટનશિપ સોંપી. બીજી તરફ ચેન્નાઈની ટીમે 2019માં ગાયકવાડને ખરીદ્યો હતો. ત્યારથી તે CSK માટે જ રમી રહ્યો છે. ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. આ પહેલા ધોની 212 મેચમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

MI ટીમના કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ

2013 થી 2023 સુધી તેની કપ્તાની હેઠળ, રોહિતે 5 વખત (2013, 2015, 2017, 2019 અને 2020) મુંબઈ ટીમને ખિતાબ જીતાડ્યો છે. આ સમયગાળા દરમિયાન રોહિતે IPLમાં 158 મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી હતી. જેમાં મુંબઈની ટીમે 87 મેચ જીતી હતી જ્યારે 67 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને 4 મેચ ટાઈ રહી હતી.

વધુ વાંચોઃ IPL ટાણે રાજસ્થાન રોયલ્સને લાગ્યો આંચકો, વિકેટ ખેરવતો બોલર ટીમથી બહાર, વર્લ્ડ કપમાં હતો અવ્વલ

CSK ટીમના કેપ્ટન તરીકે ધોનીનો રેકોર્ડ

ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધી 12 વખત પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ છે. આ સમયગાળા દરમિયાન CSK ટીમ 10 વખત ફાઈનલ રમી હતી, જેમાંથી ટીમ 5 વખત ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ચેન્નાઈની ટીમે 2010, 2011, 2018, 2021 અને 2023 સીઝનમાં આ તમામ ખિતાબ જીત્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ