ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચમાં સરકારી પેન્શનર્સને મળશે મોટી ભેટ? 45,000 મિનિમમ પેન્શન અને છેલ્લાં પગારના 67% પેન્શનની માગ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / 8મા પગાર પંચમાં સરકારી પેન્શનર્સને મળશે મોટી ભેટ? 45,000 મિનિમમ પેન્શન અને છેલ્લાં પગારના 67% પેન્શનની માગ

Last Updated: 07:41 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓની સાથે હવે પેન્શનધારકોની આશાઓ પણ વધી રહી છે. જો 45,000 મિનિમમ પેન્શન, 67% પેન્શન અને 50% ફેમિલી પેન્શનની માંગને લીલી ઝંડી મળે તો રિટાર્યમેન્ટ કર્મચારીઓના જીવનમાં મોટો આર્થિક ફેરફાર આવી શકે છે.

1/6

photoStories-logo

1. 8મુ પગાર પંચ

સરકારી પેન્શનર્સે 8મા પગાર પંચ સામે એક જૂની પણ મહત્ત્વની માંગ ફરીથી મૂકી છે. ભારત પેન્શનર્સ સમાજે પોતાના મેમોરેન્ડમમાં પેન્શનને છેલ્લા પગારના 50 ટકાથી વધારીને 67 ટકા કરવા, મિનિમમ પેન્શન 45000 રૂપિયા નક્કી કરવા અને ફેમિલી પેન્શનને 50 ટકા કરવાની માંગ કરી છે. આ માંગ 7મા પગાર પંચ સમક્ષ પણ આવી હતી પણ તે વખતે નકારી કાઢવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 67 ટકા પેન્શનથી કેટલો ફાયદો થશે?

એક ઉદાહરણથી સમજીએ. 7મા પે કમિશનના પે મેટ્રિક્સમાં લેવલ 6ના કર્મચારીની છેલ્લી બેઝિક પે 44,900 રૂપિયા હોય તો હાલની 50 ટકા પ્રમાણે માસિક પેન્શન 22450 રૂપિયા બને છે. જો 67 ટકા મંજૂર થાય તો આ જ પેન્શન 30083 રૂપિયા થઈ જશે, એટલે દર મહિને 7633 રૂપિયાનો વધારો. વાર્ષિક ધોરણે આ લગભગ 91596 રૂપિયાનો ફાયદો થશે. આ હિસાબમાં ડીયરનેસ રિલીફ કે બીજા ભથ્થાંનો સમાવેશ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આ બાબત યાદ રહે

ઉલ્લેખનીય છે કે ટકાવારી એકસરખી વધે તો પણ રૂપિયાના આંકડામાં ફરક છેલ્લા પગાર પ્રમાણે થાય છે. નીચલા લેવલના પેન્શનરને પ્રમાણમાં ઓછો વધારો મળે, તેથી જ BPSએ સાથે 45,000 રૂપિયાની મીનીમમ પેન્શનની માંગ પણ કરી છે જેથી સૌથી ઓછા પેન્શન મેળવનારાઓને પણ વાજબી લાભ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફેમિલી પેન્શનમાં પણ મોટો ફેરફાર

હાલ ફેમિલી પેન્શન છેલ્લા પગારના 30 ટકા છે. 44900 રૂપિયાની છેલ્લી સેલરી પર આજે 13470 રૂપિયા મળે છે. જો 50 ટકા કરવામાં આવે તો આ રકમ 22450 રૂપિયા થઈ જશે એટલે દર મહિને 8980 રૂપિયાનો વધારો. વિધવા કે આશ્રિતો માટે આ નોંધપાત્ર રાહત બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગ્રેચ્યુઇટી પર કોઈ અસર નહીં

પેન્શનની ટકાવારી બદલાવાથી ગ્રેચ્યુઇટીમાં કોઈ ફેરફાર થતો નથી. જેમાં ગ્રેચ્યુઇટીનો હિસાબ છેલ્લા ઇમોલ્યુમેન્ટ્સ પર આધારિત છે, પેન્શન પર નહીં. હાલની મર્યાદા પણ વધીને 25 લાખ રૂપિયા થઈ ચૂકી છે. પેન્શન રેટ બદલાવાથી ગ્રેચ્યુઇટી તો જ વધે જ્યારે પે રિવિઝનથી ઇમોલ્યુમેન્ટ્સ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 7મા પગાર પંચે આ માંગ કેમ નકારી હતી?

7મા પગાર પંચે કહ્યું હતું કે 6ઠ્ઠા પે કમિશનથી જ પેન્શન વ્યવસ્થા પહેલેથી ઉદાર બની ચૂકી છે. પે વધારાની સાથે પેન્શન પણ આપોઆપ વધે છે તેથી ટકાવારી વધારવાની જરૂર નથી. 8મા પે કમિશન સમક્ષ પણ આ જ તર્ક આવી શકે છે. હવે 8માં પગાર પંચે આ માંગોને કેવી રીતે જોવી તે જોવું રહ્યું. જો મંજૂર થાય તો લાખો પેન્શનર્સના માસિક હાથમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Minimum Pension Pension Hike 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ