બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Employees of Vadodara termed the government's fixed pay hike decision as a lollipop

'અન્યાય' / ફિક્સ પે પગાર વધારાનો વિરોધ: કર્મચારીઓએ યાદ કરાવ્યો કાયદો, કહ્યું સરકારે લોલીપોપ આપી, જાણો મામલો

Dinesh

Last Updated: 06:31 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

fixed pay employees : ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારાના નિર્ણય મુદ્દે વડોદરાના કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને લોલીપોપ સમાન ગણાવ્યો

  • ફિક્સ-પેના કર્મચારીઓનો વિરોધ
  • 30 ટકા પગાર વધારો ગણાવ્યો સામાન્ય
  • છ વર્ષે આ વધારો નજીવો કહેવાય: કર્મચારી

 

Vadodara news : આજે રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારના મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારો કરાયો છે. જેને લઈ વડોદરાના કર્મચારીઓએ સરકારના નિર્ણયને લોલીપોપ સમાન ગણાવ્યો છે. કર્મચારીઓ કહ્યું કે, ફિક્સ પે નાબૂદ કરવાની માગણી હતી જેના બદલે પગાર વધારો અપાયો છે.

"સમાન કામ સમાન વેતનના કાયદાનું ઉલ્લંઘન"
કર્મચારીઓએ સરકારના આ નિર્ણય મુદ્દે કહ્યું કે, છ વર્ષ બાદ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકા વધારો નજીવો કહેવાય અને સમાન કામ સમાન વેતનનો કાયદો હોવા છતાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાત સરકાર કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

કર્મચારીઓએ શુ કહ્યું ?
વડોદરાના કર્મચારીઓએ જણાવ્યું કે, અમે 30 ટકા વધારાના નિર્ણયને આવકારીએ છીએ પરંતુ અમારી મૂળ માંગણી ફિક્સ પગાર નાબૂદ કરવાની હતી, તે માંગણી સરકાર પૂરી કરે તો વધારે સારૂ રહેશે. વધુમાં કહ્યું કે, બંધારણમાં પણ ઉલ્લેખ છે કે, સમાન વેતન સમાન કાયદાનો નિયમ પણ છે, પરંતુ સરકાર તેને લાગુ કેમ નથી કરતી તે મોટો પ્રશ્ન છે, સરકારે આ નિયમ લાગુ કરવો જોઈએ અને આ બધી વસ્તુનું ધ્યાન રાખવો જોઈએ. તેમણે જણાવ્યું કે, ફિક્સ પેની નીતિ એ ગેરબંઘારણીય છે જે બીજા કોઈ રાજ્યમાં નથી, તો ગુજરાતના કર્મચારીઓ સાથે આવો અન્યાય શા માટે તે સૌથી મોટો પ્રશ્ન છે.  

કેટલો પગાર વધારો થયો
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ