બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Emotional scene! Vice President Jagdeep Dhankhad meets his school teacher, becomes emotional teacher after seeing student

કેરળ / ભાવુક દ્રશ્ય ! ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પોતાના સ્કૂલ ટીચરને મળ્યાં, શિષ્યને જોતા ભાવવિભોર બન્યાં ગુરુ

Vishal Khamar

Last Updated: 10:55 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેરળની મુલાકાતે છે. ત્યાં તેઓ તેમના શિક્ષકને મળ્યા. ઉપરાષ્ટ્રપતિએ ત્યાં તેમના શાળાના દિવસો યાદ આવ્યા.

  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બે દિવસીય કેરળની મુલાકાતે
  • કેરળ ખાતે ઉપરાષ્ટ્રપતિ તેમનાં શિક્ષકને મળ્યા
  • પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ભગવાન વિષ્ણુની પૂજા કરી

 ઉપરાષ્ટ્રપતિ તેમની પત્ની સુદેશ ધનખડ સાથે તેમના શિક્ષક રત્ના નાયરને મળ્યા. જેઓ તેમના વિદ્યાર્થીને આટલા વર્ષો પછી જોઈને ખૂબ જ ખુશ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિક્ષકે ઉપરાષ્ટ્રપતિને કહ્યું, "આનાથી સારી ગુરુ દક્ષિણા ન હોઈ શકે."

શિક્ષક અને તેમના પરિવારે ઉપરાષ્ટ્રપતિનું નારિયેળ પાણીથી સ્વાગત કર્યું અને તેમને અને તેમની પત્નીને ઘરે બનાવેલી ઈડલી અને કેળાની વેફર પીરસ્યા હતા. તેમણે કહ્યું, નાયરના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ હોદ્દા ધરાવે છે. જેમાં મોટાભાગના લોકો સશસ્ત્ર દળો અને પોલીસમાં છે. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તેમાંથી કોઈ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ પર છે અને શિક્ષકને તેમના વિદ્યાર્થી  'જગદીપ' પર ગર્વ છે.

જૂના દિવસો યાદ કરાવતા જ્યારે ધનખર સૈનિક સ્કૂલ ચિત્તોડગઢ બોર્ડિંગ સ્કૂલમાં તેનો વિદ્યાર્થી હતો, શિક્ષકે કહ્યું કે વિદ્યાર્થીઓ વર્ષમાં લગભગ નવ મહિના તેમના શિક્ષકો સાથે વિતાવે છે. તેઓ તેમની સાથે લાંબો સમયનો સંબંધ વિકસાવે છે. શિક્ષકે કહ્યું, 'વાલીઓ સમયાંતરે શાળાએ આવતા હતા. મને યાદ છે કે જગદીપના પિતા આ બેઠકોમાં નિયમિતપણે હાજરી આપતા હતા. તેઓ દર મહિને તેમના બે પુત્રોની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે શાળાની મુલાકાત લેતા હતા. આ પ્રસંગે કેરળ વિધાનસભાના સ્પીકર એએન શમસીર પણ હાજર હતા.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બે દિવસીય કેરળની મુલાકાતે છે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અને સાંજે અહીંના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને રાજ્યના પરિવહન મંત્રી એન્ટની રાજુએ શણમુગમ વાયુ સેનાનાં સ્ટેશન પર ધનખરનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, તેમણે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું અને પછી શ્રી પદ્મનાભસ્વામી મંદિરની મુલાકાત લઈને નીકળ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિએ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ભગવાન વિષ્ણુની પૂજા કરી
પરંપરાગત કેરળ પહેરવેશમાં સજ્જ, ધનકરે મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ત્યારબાદ અધિકારીઓ દ્વારા તેમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું.
ધનખડની સાથે તેમની પત્ની પણ હતી. ઉપરાષ્ટ્રપતિ સોમવારે 'શંકરનારાયણન થમ્પી મેમ્બર્સ લાઉન્જ' ખાતે વિધાનસભાની રજત જયંતી સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ રાજ્યના કન્નુર જિલ્લામાં જશે અને ત્યાં એઝીમાલા ખાતે નેવલ એકેડમીની મુલાકાત પણ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ