બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ટેસલાના માલિક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્ક હવે સત્તાવાર રીતે ટ્વિટરના માલિક બની ગયા છે. ગુરુવારે એક સિંક લઈને તેઓ ટ્વિટરના હેડક્વાર્ટર્સમાં આવ્યા હતા અને અનેક કર્મચારીઓ સાથે મુલાકાત પણ કરી. સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા હવે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે માલિક બનતાની સાથે જ મસ્ક હવે એક્શન મોડમાં છે.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ADVERTISEMENT
એલોન મસ્કે ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને CEO પદથી હટાવી દીધા છે, આટલું જ નહીં CFO નેડ સેગલની પણ પરાગની સાથે જ હકાલપટ્ટી કરવામાં આવી છે. આટલું જ નહીં બંને કર્મચારીઓને હેડક્વાર્ટર્સમાંથી પણ તગેડી મૂકવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
At Twitter headquarters’ coffee bar, @elonmusk pic.twitter.com/vy5Cw7zttf
— Walter Isaacson (@WalterIsaacson) October 27, 2022
ADVERTISEMENT
નોંધનીય છે કે એપ્રિલ મહિનાની 13 તારીખે એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદવાને લઈને દાવો કરવામાં આવ્યો હતો અને ભાગીદારી માટે ઑફર કરવામાં આવી હતી. કુલ 44 અબજ ડોલરમાં ડીલ કરવા માટે એલોન મસ્ક તૈયાર હતા, જોકે બાદમાં ફેક અકાઉન્ટના મુદ્દાને લઈને ડીલને હોલ્ડ કરવામાં આવી હતી, ફરી ઓકટોબર મહિનામાં મસ્કનું મન બદલાયું અને ફરીથી ઑફર કરવામાં આવી અને ગઇકાલે તેઓ અચાનક જ ટ્વિટરની ઓફિસે પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.