બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / election results 2023 congress lost madhya pradesh rajasthan chhattisgarh poll jairam ramesh tweet on loksabha election
Last Updated: 09:45 AM, 4 December 2023
ADVERTISEMENT
કોંગ્રેસને 4 માંથી 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સત્તા ગુમાવી છે. આ સાથે જ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે. જો કે તેલંગાણાની ચૂંટણીમાં મળેલી જીતે ચોક્કસપણે કોંગ્રેસની વિશ્વસનીયતાને થોડી બચાવવામાં મદદ કરી છે. આ હાર અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, 20 વર્ષ પહેલા કોંગ્રેસ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી, પરંતુ પછી કેન્દ્રમાં સરકાર બનાવી હતી.
ठीक 20 साल पहले भी भारतीय राष्ट्रीय कांग्रेस को छत्तीसगढ़, मध्य प्रदेश और राजस्थान में हुए विधानसभा चुनावों में हार का सामना करना पड़ा था। उस वक्त हमें सिर्फ़ दिल्ली में जीत मिली थी। लेकिन कुछ ही महीनों में ज़ोरदार ढंग से वापसी करते हुए कांग्रेस लोकसभा चुनाव में सबसे बड़ी पार्टी…
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 3, 2023
ADVERTISEMENT
જયરામ રમેશે શું કહ્યું ?
જયરામ રમેશે કહ્યું કે 20 વર્ષ પહેલા પણ તેમને આ રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે અમે ફક્ત દિલ્હીમાં જ જીત્યા હતા. પરંતુ થોડા મહિનામાં જ પાર્ટીએ જોરદાર વાપસી કરી હતી અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી જીત મેળવી હતી. આ જીત બાદ કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવી હતી.
ADVERTISEMENT
'જોડાશે ભારત,જીતશે ઈન્ડિયા'
તેમણે વધુમાં કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આશા, વિશ્વાસ, ધૈર્ય અને નિશ્ચય સાથે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરશે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન વિશે કંઈક આ રીતે લખ્યું કે જોડાશે ભારત,જીતશે ઈન્ડિયા
સરકાર બનાવવાની જાહેરાત
એક ડેટા મુજબ વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં 66, રાજસ્થાનમાં 69 અને છત્તીસગઢમાં 35 સીટો પર જીત મેળવી છે. તેલંગાણાની વાત કરીએ તો કોંગ્રેસને 64 સીટો પર વિજયી જાહેર કરવામાં આવી છે. BRSએ 39 બેઠકો જીતી છે. આ સિવાય AIMIMએ પણ 7 સીટો પર જીત મેળવી છે. અહીં એક સીટ સીપીઆઈના ખાતામાં ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીએ તેલંગાણામાં સરકાર બનાવવાની જાહેરાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.