બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / election results 2023 after poll setback in mp rajasthan and-chhattisgarh raises question on ashok gehlot kamal nath and bhupesh baghel
Dinesh
Last Updated: 11:53 AM, 4 December 2023
ADVERTISEMENT
Assembly Election Results 2023: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામાં ચારના પરિણામો બધાની સામે છે. જ્યારે એક રાજ્ય મિઝોરમમાં મતોની ગણતરી થઈ રહી છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી છે. કોંગ્રેસ માત્ર તેલંગાણામાં જ પોતાનો પ્રભાવ બતાવી શકી છે.
ત્રણ દિગ્ગજોને નિષ્ફળતા
આ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે તેના દિગ્ગજ નેતાઓ પર વિશ્વાસ કર્યો અને તેમને ચૂંટણી પ્રચારમાં મોખરે રાખ્યા હતાં. દેશના હિન્દી પટ્ટીના રાજ્યોમાં કંગાળ નિષ્ફળતા બાદ હવે આ નેતાઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થઈ રહ્યા છે. જેમાં કમલનાથ મધ્યપ્રદેશમાં નેતૃત્વ સંભાળી રહ્યા હતા, અશોક ગેહલોત રાજસ્થાનમાં કમાન સંભાળી રહ્યા હતા અને ભૂપેશ બઘેલ છત્તીસગઢમાં પાર્ટીનો ચહેરો હતો. આ ત્રણેય નેતાઓની વિગતો વાત કરીએ.
ADVERTISEMENT
અશોક ગેહલોત - રાજસ્થાન
રાજસ્થાનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે રાજ્યમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. તેમની કલ્યાણકારી યોજનાઓ અને વિવિધ લોકપ્રિય વચનોના આધારે તેમણે છેલ્લા ત્રણ દાયકામાં જે ક્યારેય બન્યું ન હતું તે હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો. 72 વર્ષીય અશોક ગેહલોત રાજ્યમાં પાર્ટીનો ચહેરો હતો જે છેલ્લા ઘણા મહિનાઓથી સરકારની યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા.
અશોક ગેહલોત માટે રાજકીય અસ્તિત્વની દૃષ્ટિએ પણ આ ચૂંટણી મહત્ત્વની હતી. તે રાજસ્થાનમાં પોતાનો રાજકીય મેદાન બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. તેમના કટ્ટર હરીફ કોંગ્રેસના નેતા સચિન પાયલટ સાથેના તેમના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. તેઓ સતત વિરોધ કરી રહ્યા હતા, જો કે ચૂંટણી સમયે પાર્ટી દ્વારા આ અંતરોને નિકટતામાં પરિવર્તિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઈ હતી.
કમલનાથ - મધ્યપ્રદેશ
લગભગ રાજસ્થાન જેવી જ સ્થિતિ મધ્યપ્રદેશમાં જોવા મળી હતી અને રાજ્યમાં ચૂંટણી કમલનાથના ચહેરા પર લડવામાં આવી હતી. પાર્ટીનો ચૂંટણી પ્રચાર તેમના ચહેરા પર જ કરવામાં આવ્યો હતો. પાર્ટીના અન્ય એક દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ સામે ભાજપની બમ્પર જીતને જોતા કમલનાથ-દિગ્વિજય સિંહની જોડી હવે કદ ટૂંકો પડ્યો છે. કોંગ્રેસ માટે રાજ્યમાં સંગઠન માટે નવા નેતાની શોધ કરવી સરળ નહીં હોય કારણ કે તેની પાસે કોઈ મજબૂત ચહેરો નથી.
ભૂપેશ બઘેલ - છત્તીસગઢ
હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં છત્તીસગઢ એવું રાજ્ય છે જેમાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. જ્યાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભૂપેશ બઘેલ ભાજપને આકરો પડકાર આપી શકે છે. જોકે ભૂપેશ બઘેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા ન હતા પરંતુ તેમનો પ્રભાવ ચૂંટણી પ્રચાર અને વ્યૂહરચના પર હતો. બીજેપી સામેના તેમના આક્રમક વલણને અન્ય રાજ્યોમાં મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસના પ્રચારમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.